તંત્ર દ્વારા જાણ કર્યા વગર સિંચાઈના મશીનો હટાવવાની કામગીરી હાથ ધરાતા ખેડૂતો વિફર્યા
લીંબડી-ચૂડા પંથકના ગામોમાંથીપસાર થતી લીંબડી-વલ્લભીપુર નર્મદા કેનાલ પર સીંચાઈના મશીનો હટાવવા જતા બન્ને તાલુકાના પાંચ ગામોના ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. જેમાં ૩૦૦થી વધુ ખેડૂતોએ અધિકારીઓના કાફલાને રોકી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.
ખેડૂતોનો રોષ જોઇ નર્મદા વિભાગના અધિકારીઓએ કામગીરી સ્થગીત કરી હતી.લીંબડી અને ચૂડા તાલુકાનાગામોમાંથી પસાર થતી નર્મદા કેનાલપર મંગળવારની સવારે નર્મદા વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત અને બે જેસીબી મશીન સાથે કેનાલ પરના મશીનો હટાવવાનીકામગીરી કરવા ગયા હતા. પાંદરી, કારોલ,સેજકપર, મોજીદડ અને ભગૃપુર ગામોના ખેડૂતોને જાણ કર્યા વગર સિંચાઈના મશીનો હટાવવાનીકાર્યવાહી હાથ ધરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. બન્ને તાલુકાના પાંચ ગામોમાંથી ૩૦૦થી વધારે ખેડૂતો કારોલ પાસે કેનાલ પર ધસી આવ્યાહતા. સીંચાઈના મશીનો હટાવવા માટેની વાતને લઈને અધિકારીઓ અને ખેડૂતો વચ્ ભારે શાબ્ચેદિક ઘર્ષણ થયું હતું. પાંચેય ગામોના ખેડૂતોએ જો કેનાલ પરથી મશીનો હટાવાશો તો આત્મહત્યા કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી. આથી ખેડૂતોનો મીજાજ પારખી જઇ માહોલમાં ગરમાવો જોતા અધિકારીઓએમશીનો ઉઠાવવાની કામગીરી બંધ રાખી ચાલતી પકડી હતી.