સામાકાંઠે ૩૬ બાકીદારોને મિલકત ટાંચ જપ્તીની નોટિસ
કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા આજે અલગ અલગ વિસ્તારોમાં ૩૦ મિલકતો સીલકરી દેવામાં આવી હતી. જયારે સામાકાંઠે ૩૬ બાકીદારોની મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે.
આજે વોર્ડ નં.૭માં લાખાજીરાજ રોડ પર લાખાજીરાજ ટ્રસ્ટની માલીકીના ભાડુઆતના કબ્જાવાળી ૬ મિલકતો સીલ કરવામાં આવી હતી. જયારે ટાગોર રોડ પર અરિહંત કોમ્પલેક્ષમાં ૧, ભારત ભુવનમાં ૨, રજપૂતપરામાં અમરદિપ કોમ્પલેક્ષમાં ૧, ટાગોર રોડ પર સુરેશ ચેમ્બરમાં ૩, ગુરુરક્ષા કોમ્પલેક્ષમાં ૧, યાજ્ઞીન રોડ પર હિરા-પન્ના કોમ્પલેક્ષમાં ૧, પ્લસ પોઈન્ટમાં ૧ મિલકત, વોર્ડ નં.૧૪માં આનંદનગર વિસ્તારમાં કવાર્ટર નં.૨૮૪ સીલ કરી કરવામાં આવ્યું હતું. બપોર સુધીમાં ૩૦ મિલકતો સીલ કરાઈ હતી અને રૂ.૫૫.૨૮ લાખની આવક થવા પામી છે.
ઈસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા સામાકાંઠે વોર્ડ નં.૪,૫,૧૫,૧૬ અને વોર્ડ નં.૧૮માં ૩૬ મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે અને રૂ..૧૩.૭૮ લાખની રિકવરી કરાઈ છે.