માનવ શરીરમાં ઉંમર વધવાની સાથે સાથે આંતરિક અને બ્રાહ્ય પરિવર્તન આપતા રહેતા હોય છે. તેવા સમયે મહિલાઓમાં પણ ખાસ ઉંમરના જુદા-જુદા સ્ટેજમાં અમુક ચોક્કસ ફેરફાર આવતા રહે છે ત્યારે મહિલાઓના શરીરમાં કેટલાંક પ્રકારની ખામીઓ અને દર્દની અનુભૂતિ જોવા મળે છે. તો ૩૦ વર્ષથી ઉપરની મહિલાઓમાં ખાસ હોર્મોનીકલ બદલાવ આવવાથી કેટલાક દર્દ અને ઉણપ સર્જાતા જોવા મળે છે. આજે આપણે એવા કેટલાંક મેડિકલ ચેકઅપ અથવા ટેસ્ટ અંગે વાત કરીશુ જે ખાસ ત્રીસ વટાવી ચુકેલી મહિલાઓએ કરવવા જોઇએ. આમ તો મહિલાઓ હાઇ-લો બ્લડ પ્રેશર, શુગર માસિકધર્મ, યુરિયા ટેસ્ટ જેવા ટેસ્ટ કરાવી લ્યે છે. પરંતુ એવા કેટલાંક ટેસ્ટ છે જેનાથી કદાચ મહિલાઓ અજાણ હોય છે. અથવા તો સંકોચ અનુભવતી હોય છે. પરંતુ તેનુ આવુ વર્તન તેને મોટી મુશ્કેલીમાં મુકી શકે છે.
૩૦ વર્ષ બાદના મેડિકલ ટેસ્ટ અંગે વાત કરીએ તો પહેલા વાત કરીએ એનીમિયાની જેમાં ખાસ ત્રીસી વટાવી ચુકેલી મહિલાઓ મોટી સંખ્યામાં હિમોગ્લોબીનની કમીથી થતા એનીમિયા રોગથી પીડાય છે. તેમજ આ રોગમાં આર્યનની ખામી, રોગ પ્રતિકારક શક્તિ ઘટવી, પગના તળીયા-નખમાં સફેદ હાઘા થવા જેવી મુશ્કેલીઓ ઉદ્ભવે છે. ત્યારે કંપલીટ બ્લડ કાઉંટ ટેસ્ટ (CBI)અને આર્યન પ્રોફાઇલ ટેસ્ટ કરાવવા જ‚રી બને છે. થાયરોડ એક એવો રોગ છે જે નાની ઉંમરના વ્યક્તિઓના પણ જોવા મળે છે. પરંતુ ડોક્ટરોના હેલ્થચાર્ટ અનુસાર ૩૦ પ્લસ પછી આ રોગ થવાની શક્યતાઓ વધુ રહેલી છે. થાઇરોડ બે પ્રકારના હોય છે. ૧- વધુ ૨- ઓછો! આમ આ રોગનો ટેસ્ટ કરાવી ડોક્ટરની સલાહ અનુસાર આહાર અને દવા લેવી જોઇએ
હાર્ટને લગતા પ્રોલેમ્સનું જોખમ પણ ૩૦ વર્ષ પછી મહિલાઓમાં રહેલું છે. જેના કારણે એસ્ટ્રોજેન લેવલ ઓછુ થવાથી આ સમસ્યાઓ સામનો કરવો પડે છે. જેના માટે TMTઅને 2Dઇકો કાર્ડિયોગ્રામ ટેસ્ટ કરાવવો. જરુરી બને છે.
મોટાભાગની મહિલાઓમાં સરવાઇકલ પેઇન જોવા મળે છે. જેના માટે ૨-૩ વર્ષન અંદર PAP સ્મીયર ટેસ્ટ કરાવવો એ યોગ્ય રસ્તો છે.
તો હતા કેટલાક એવા મેડિકલ ટેસ્ટ જેને ત્રીસી વટાવી ચુંકેલી મહિલાઓએ જરુરીથી કરાવવા જોઇએ. અને આજની ઝડપી લાઇફમાં આ પ્રકારના ટેસ્ટ મહિલાઓ ૨૫ વર્ષની ઉંમરથી જ કરાવતી થઇ છે.