મતદાનથી વંચિત રહેતા સ્થળાંતરીત મતદારો માટે ફોર્મ નં-૬માં મહત્વની જોગવાઇ :મતદાન કરી શકે તે માટે ચૂંટણીપંચ દ્વારા લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
કોઈપણ ચુંટણી હોય તે એક પર્વ સમાન માનવામાં આવે છે ત્યારે આ પર્વમાં તમામ લોકો કે જે મતદાર યાદીમાં નામાંકિત હોય અને જેઓને મતદાન આપવાનો અધિકાર આપવામાં આવ્યો હોય તે તમામ માટે આ એક રાષ્ટ્રીય પર્વ તરીકે મનાઈ છે. કારણકે તેઓ તેના પ્રતિનિધિને ચુંટી કેન્દ્રમાં કે પછી રાજયમાં તેઓને બેસાડતા હોય છે. જેથી રાજય અને દેશનો વિકાસ થઈ શકે. કયાંકને કયાંક અન્ય દેશોની સરખામણીમાં ભારત દેશની ચુંટણી પ્રક્રિયા ખુબ જ વિશેષ માનવામાં આવે છે પરંતુ એ વાતની પણ પુષ્ટિ થાય છે કે ભારતના ૩૦ ટકા જેટલા મતદારો કે જેઓને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો હોય તેવા મતદારો પોતે પોતાનો અમુલ્ય મત આપી નથી શકતા ત્યારે આ પ્રકારના મતદારો માટે ચુંટણીપંચે કયાં પ્રકારની કાર્યપ્રણાલી પ્રસ્થાપિત કરવી જોઈએ જેથી તેઓ પણ આ પર્વમાં સહભાગી થઈ શકે.
ભારત દેશના કુલ ૩૦ ટકા જેટલા મતદારો પોતાના ધંધા-રોજગાર, અભ્યાસ અને રોજીરોટી માટે અન્ય સ્થળ પર સ્થળાંતરીત થતા હોય છે ત્યારે સામાજિક સ્થિતિને ધ્યાને લઈને પણ મતદારોએ અન્ય સ્થળ પર સ્થળાંતરીત થવું પડતું હોય છે ત્યારે તે પ્રકારના મતદારો કેવી રીતે મતદાન કરે તે પણ એક મહત્વની વાત સામે આવી છે. સરકાર એન.આર.આઈ. મતદારો માટે મોબાઈલ વોટીંગની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. જયારે સરકારી કર્મચારીઓ પોતે પોતાનો અમુલ્ય મત બેલેટ પેપર મારફતે આપતા હોય છે ત્યારે બાકી રહેતા જે ૩૦ ટકા મતદારો કેવી રીતે મતદાન કરશે તે એક મુખ્ય બાબત બની રહી છે.
કયાંકને કયાંક આ અંગે વિસંગતતા પણ જોવા મળી રહી છે ત્યારે વાત સામે આવે છે કે ચુંટણીપંચ દ્વારા આવા માઈગ્રેડ મતદારો માટે ફોર્મ નં.૬માં જોગવાઈ કરવામાં આવી છે જેના અનુસંધાને તેઓ મતદાન કરી શકે. મતદાન એક એવી પ્રક્રિયા છે જેમાં એક-એક મતનું મહત્વ રહેલું હોય છે ત્યારે જયારે ૩૦ ટકા જેટલા મતદારો જો મતદાનથી વંચિત રહે તો લોકશાહી ઉપર તેની ખુબ જ ગંભીર અસર પડતી જોવા મળે છે અને મતોના આકલનથી પાર્ટી પણ ફેંકાઈ જતી હોય છે ત્યારે આ વખતની ૨૦૧૯ની લોકસભાની ચુંટણી ખુબ જ મહત્વની બની રહેશે ત્યારે જોવાનું એ રહ્યું કે, ફોર્મ નં.૬માં ચુંટણીપંચ દ્વારા જે જોગવાઈ કરવામાં આવી છે.
તેની પ્રોસીજર અને તેની કાર્યપઘ્ધતિ શું છે જેથી આ પ્રકારના મતદારો પણ જાગૃત થઈ શકે અને પોતાનો અમુલ્ય મત પોતાના ઈચ્છીત પક્ષને આપી શકે અને આ લોકશાહીના પર્વમાં પણ તેઓ સહભાગી થઈ પોતાની ફરજ બજાવી શકે.ચુંટણીપંચ દ્વારા એન.આર.આઈ. લોકો માટે મોબાઈલ વોટીંગની એક વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
જેથી જે કોઈ ભારતીય મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવેલું હોય અને તે જયારે વિદેશમાં રહેતા હોય તો પણ તેઓ ત્યાંથી પોતાનો કિંમતી મત પોતાની મનોઈચ્છીત પક્ષને આપી શકે એવી રીતે સરકાર દ્વારા અને ચુંટણીપંચ દ્વારા સરકારી કર્મચારીઓને બેલેટ પેપર મારફતે મતદાનઆપવા માટે પ્રોત્સાહન કરવામાં આવતા હોય છે. કારણકે ચુંટણી પ્રક્રિયામાં સરકારી કર્મચારીઓનું કાર્ય ખુબ જ વિશેષ રહેતું હોય છે.
ત્યારે જે રીતે વાત કરવામાં આવે તો માત્ર ૩૦ ટકા જેટલા ભારતીય મતદારો કે જેઓ મતદાન કરવા ઈચ્છતા હોય છે પરંતુ અગમ્ય કારણોસર અને ચુંટણીપંચ દ્વારા નિર્ધારીત કરેલી કોઈ યોજનાના અભાવે તેઓ મતદાનથી વંચિત રહેતા હોય છે ત્યારે આ વખતની ૨૦૧૯ની લોકસભાની ચુંટણીમાં પણ તેઓ સહભાગી થાય તેવો ચુંટણીપંચ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જે ખરાઅર્થમાં ખુબ જ મહત્વપૂર્ણ અને કાબીલે તારીફ માનવામાં આવી રહ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ કાર્ય પ્રણાલી અને આની પ્રોસીજર કઈ રીતે થતી હોય છે.