કોરોના વાયરસના સંક્રમણને રોકવા દેશવ્યાપી અમલી બનાવાયેલા લોકડાઉનમાં જીવન જરૂરી સિવાય તમામ ધંધા રોજગારો બંધ હતા જેથી મોટાભાગના લોકોની આવક બંધ હોય લોન લેનારાઓને લોકડાઉનના સમયગાળા દરમ્યાન લોનના હપ્તા ભરવામાં સરકારે આપેલી છૂટછાટ બાદ વધારાનું વ્યાજ અને પેનલ્ટી ન વસુલાય તે માટે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હીતની અરજી કરવામાં આવી છે. આ અરજીની સુનાવણી દરમ્યાન દેશની અગ્રણી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ ચોંકાવનારી વિગતો રજૂ કરી છે. જેમાં પેનલ્ટી લાગવાના ડરની ૯૦ ટકા લોન ધારકોએ ધંધા વ્યવસાય બંધ હોવા છતાં લોનના હપ્તા ભરી દીધા છે.
આ અરજીનીક સુનાવણીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા વતી સુપ્રીમ કોર્ટમાં ઉપસ્થિત રહેવા વરિષ્ટ એડવોકેટ મુકુલ રહતોગીએ બેંચને જણાવ્યું હતુકે લોકડાઉન દરમ્યાનના સમયગાળા દરમ્યાન પણ તેમની બેંક પાસેથી લોન લેનારા ૯૦ ટકા લોનધારકોએ મોરાટોરીયમ એટલે કે હપ્તા ભરવામાં છૂટછાટનો લાભ લીધો નથી અને નિયમિત પણે તેમના હપ્તાની રકમની ચૂકવી આપી છે બેંકો એક તરફ પોતાના થાપણદારોની જમા મૂડીની વ્યાજની નિયત રકમ ચૂકવવા બંધાયેલી છે. જયારે બીજી તરફ બેંકોને ન ચૂકવાયેલા હપ્તા પર વ્યાજ ન લગાવવા માટે દબાણ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં બેંકો કેવી રીતે ચાલી શકે તેવો પ્રશ્ર્નાર્થ ઉપસ્થિત કર્યો હતો. જેથી બેંચે જણાવ્યું હતુ કે કોર્ટ બેંકોને વ્યાજ જતુ કરવા નથી કહી રહી પરંતુ બેંકોને આ વ્યાજ નાણા મંત્રાલય અને રીઝર્વ બેંક ચૂકવી શકે કે કેમ? તે અંગે જાણવા માંગે છે.
વધુમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને આરબીઆઈને કહ્યું હતુકે બંને સ્થિતિની સમીક્ષા કરે અદાલતે સરકારને કહ્યું હતુ કે તે આ મામલે હાથ ઉંચા કરી શકે નહી લોકડાઉનમાં ઈમઆઈ ઉપર વ્યાજમાં છૂટની માંગ ઉપર સોલિસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતુ કે વ્યાજમાં છૂટ સંભવ નથી આ કારણે બેંકની આર્થિક સ્થિરતા ઉપર અસર થશે અને અંતમાં બોજ ડિપોઝીટર ઉપર જ પડશે. સુપ્રીમ કોર્ટે આ મામલે કહ્યું હતુ કે સમગ્ર મામલો બેંક અને ગ્રાહકો વચ્ચેનો છે તેવું નિવેદન આપીને સરકાર હાથ ઉંચા કરી શકે નહી કેન્દ્ર સરકાર મોરેટોરિયમની ઘોષણા કરી હતી તો તેણે જ નકકી કરવુંજોઈએ કે ગ્રાહકને તાર્કિક લાગ મળે.આ સાથે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને આરબીઆઈને સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતુ કે મોરેટોરિયમ મુદે કો નવી ગાઈડલાઈન્સ આવી છે કે નહી તેના ઉપર ઈન્ડિયન બેંક એસોસીએશન ધ્યાન રાખશે.
ઈન્ડીયન બેંક એસોસીએશન વતી સિનિયર એડવોકેટ હરીશ સાલ્વેએ બેંચ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સીનીયર એડવોકેટ રાજીવ દતાએ મેરોટોરીયમના સમયગાળા બાદ બેંકો દ્વારા લોનના હપ્તાનીક રકમ પર વધારાનું વ્યાજ વસુલવા થઈ રહેલી તૈયારીથી લોન ધારકો માટે ઓગષ્ટમાં ખરાબી ઉપસ્થિત ઉભી થનારી હોવાના મુદે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી છે.
હાઉસીંગ ફાયનાન્સ કંપનીઓ માટે રિઝર્વ બેંક કડક નિયમો બનાવાશે
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હાઉસીંગ ફાયનાન્સ કંપનીઓ પર નિયંત્રણ રાખવા માટે કડક નિયમો બનાવશે તેવી હાલ શકયતા જોવા મળી રહી છે. આરબીઆઈ હવે હાઉસીંગ ફાયનાન્સ કંપનીને રેગ્યુરેટ કરવાનો અધિકાર પણ પ્રાપ્ત કર્યો છે ત્યારે બેંક તરફથી સખત એસેટ કવોલીટી રીવ્યુનો સામનો કરવો પડશે. હાઉસીંગ ફાયનાન્સની વ્યાખ્યા પણ કયાંકને કયાંક આરબીઆઈ બદલે તેવી સ્થિતિ સર્જાય છે જેમાં હવે કંપનીઓ રેસીડેન્ટ યુનિટ, સ્કુલ, હોસ્પિટલનાં ચણતર માટે જ બિલ્ડરોને લોન આપશે નહીં કે પ્રોપર્ટી માટે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં જણાવ્યા મુજબ હાઉસીંગ ફાયનાન્સ કંપનીની નેટ અસેટ ૫૦ ટકા જેટલી તો હોવી જ જોઈએ અન્યથા તેને યોગ્ય પ્રાપ્ત થશે નહીં. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું માનવું છે કે, આ કડક નિયમો થકી એચ.એફ.સી. એટલે કે હાઉસીંગ ફાયનાન્સ કંપનીનો મુડી વ્યાપ વધારવામાં આવશે અને કંપનીને મજબુત પણ બનાવાશે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ હાઉસીંગ ફાયનાન્સ કંપની અને નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓનાં ઘણા નીતિ-નિયમોમાં એક સમાનતા રાખી હોવાનું સામે આવ્યું છે. હાલનાં સમયમાં લોકો બેંક પાસે નહીં પરંતુ હાઉસીંગ ફાયનાન્સ કંપની પાસે જઈ તેમનાં સ્વપ્નનાં ઘરનું ઘર બનાવવા માટે લોન લેતા હોય છે. ગત સમયમાં હાઉસીંગ ફાયનાન્સ કંપની અને એનડીએફસી દ્વારા ખુબ મોટા પ્રમાણમાં લોન આપવામાં આવી હતી જેનાથી કંપનીઓની સ્થિતિ પણ અત્યંત ડામાડોળ થઈ ગઈ હતી ત્યારે આ સ્થિતિનું નિર્માણ આવનારા સમયમાં ન થાય તે માટે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એચ.એફ.સી. કંપની માટેનાં નિયમો વધુ કડક બનાવશે.