કારનું એન્જિન પ્રદુષણ ઓછું ઓકતું હોવાનો દાવો પોકળ સાબીત થયો

જર્મન લકઝરી કાર નિર્માતા ડીમલર કે જેની ચીટીંગને લઇને તપાસ હાથ ધરાઇ છે. યુરોપમાં ૩૦ લાખ કરતા વધારે મર્સિડીઝ ડીઝલ કારોને પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. આ માટે ડીમલરે સ્વૈચ્છીક રીકોલની જાહેરાત કરી છે.

ડીમલરે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે તેેણે પહેલાંથી જ અન્ય મોડલો માટે એક સર્વિસ એકશન લોન્ચ કરી છે. તેમજ એડીશનલ મોડલોની ખામીઓને પ્રભાવી ઢંગથી સુધારવા ડીમલરે ૩૦ લાખથી વધુ મર્સિડીસ બેંજ વાહનોનો સમાવેશ કરવા માટે સર્વિસ એકશનની વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે.

સ્ટટયાર્ટ સ્થિત કંપનીએ જણાવ્યું કે આ વ્યાપ વિસ્તાર માટે ડીમલર કંપનીને ૨૨૦ મીલીયન યુરો (૨૫૫ મીલીયન ડોલર) ખર્ચ થશે.અને આ ગ્રાહકો માટે નિ:શુલ્ક રહેશે. આ રીતે ડીમલર કંપની ડીમલર યુરોપીયન શહેરોમાં ડીઝલ વાહનોથી નાઇટ્રોજન- ઓકસાઇડની ખામીઓને દુર કરવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.

રીકેલ આવતા અઠવાડીયાઓથી શરુ થશે. એક અઠવાડીયા પહેલા જર્મન મીડીયાએ રિપોર્ટ આપ્યો હતો કે ડીમલરે લગભગ દર લાખ ડીઝલ વાહોના એન્જીનીમાં ગોટાળા કર્યા હતા. અને આ માટે ડીમલરે તેમાં ઓછું પ્રદુષણ બનાવી ચિટીંગ કરી હતી આ મામલાની તપાસના આદેશો કોર્ટે આપ્યા છે. પબ્લીક બ્રોડકાસ્રોએ કહ્યું ે યુરોપ અને અમેરિકામાં વર્ષ ૨૦૦૮ અને ૨૦૧૮ની વચ્ચે લગભગ પુરા દશક માટે કંપનીએ ડેમેજીંગ ઇમીશનથી વાહનોનું વેચાણ કયુૃ હતું. આ ઉપરાંત તપાસકર્તાઓને સંદેહ છે કે ડીલમરે વોકસવેગનમાં ડીફીટ ડીવાઇઝ નો ઉપયોગ કર્યો હતો. જેમાં વર્ષ ૨૦૧૫માં દુનિયાભરમાં વેચાયેલા ૧૧ મિલિયન ૧૧૦ લાખ ડીઝલ વાહનોમાં ચિટીંગ કરી હતી.

ડીમલર કંપનીએ એક અહેવાલમાં જણાવ્યું કે, ડીમલરે મર્સિડીઝ બેંજને પુર્ણ રીતે નવા ડીઝલ એન્જીન થી વિકસીત કર્યુ છે જે આવનારા સ્ટ્રાઇકટર ઇયુ એમિસન રેગ્યુલેશનોને પુર્ણ કરશે. આ અંગે ડેમલર એન્જી અને મર્સિડીઝ બેંજ કારના હેડ ડાઇટર જૈન્શે કહ્યું કે, અમે ડીઝલ કારોના ડ્રાઇવરોને આશ્ર્વસન કરવા અને ડીઝલ ટેકનોલોજી પર વિશ્ર્વાસ મજબુત કરવા માટે આ નિર્ણય લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.