વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે જૂનાગઢ આવી પહોંચ્યા હતા,તેમનાં હસ્તે મનપાનાં ટાઉન હોલ, સાબલપુર પાસે પુલ, મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ, એગ્રો પ્રોસેસિંગ બિલ્ડિંગ સહિતનાં કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જન ઔષધી કેન્દ્રો દ્વારા રૂપિયા 300ની દવા 30માં મળતી થઈ હોવાનું મેડિકલ કોલેજના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું.જૂનાગઢમાં વડાપ્રધાન મોદીની મુલાકાત પહેલાં ગાંધીચોકમાં દેખાવ કરવા આવતાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નટુભાઈ પોકિયા, શહેર પ્રમુખ વિનુભાઈ અમીપરા, ધારાસભ્ય ભીખાભાઈ જોશી સહિત 100 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. વડાપ્રધાનનાં કાર્યક્રમને લઇ કડક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
Health sector requires good doctors and paramedical staff. We also want medical instruments to be made in India. Health sector must keep pace with the technological advancements globally: PM Modi in Gujarat’s Junagarh pic.twitter.com/c9HDi0Wydy
— ANI (@ANI) August 23, 2018