તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા સાંસદને રજુઆત
અબતક, ચિંતન ગઢીયા, ઉના
ઉના તાલુકામાં કાજરડી ગામે 30થી વધુ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ હોવાને કારણે પરિવારને આર્થિક સ્થિતિ ભાગી પડી છે સૈયદ રાજપરા નવાબંદર કાજેડી સીમર અનેકો બંદર અહીં આવેલા છે અહીંથી મચ્છી ઉદ્યોગ મોટા પ્રમાણમાં બહાર જાય છે ત્યારે પોતાના પરિવારનો આજીવિકા પુરી કરવા માછી મારી કરવા જાય છે ત્યારે તાલુકાના કાજરડી ગામે 30,થી વધુ પરિવારો આજે પાકિસ્તાનની જેલમાં બંધ છે એક એક પરિવાર ની વેદના સમજી ન શકાય તેવી જોવા મળી છે તાલુકા પંચાયત પ્રમુખ પાચીબેન સામતભાઈ ચારણીયા અને તેમના પતિ સામતભાઈ ચારણીયા સરકારમાં લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરતા હોય છે
તાલુકા પ્રમુખ સામતભાઈ ચારણીયા રજૂઆતો કરે છે તેમનું કહેવું છે કે માછીમારી જે કરવા જાય છે તે લોકો પોતાના પરિવારને આજીવિકા પુરી કરે છે જ્યારે તેની રજૂઆત આજે રંગ લાવી છે 20 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે તેવા તેમને લોકો તરફથી સમાચાર પણ મળ્યા છે પણ ત્રણથી ચાર વર્ષ પાકિસ્તાન જેલમાં બંધ માછીમારો છે તે હજી છૂટીને આવ્યા નથી ત્યારે તેમની માંગણી છે હજી માછીમારોને પાકિસ્તાનની જેલમાં બંધક છે કે તરત ભારત આવે તેવી રજૂઆત કરતાં ઉના તાલુકા પ્રમુખ સામતભાઈ ચારણીયા હાલ રજૂઆત સંસદ રાજેશભાઇ ચુડાસમા ને કરી છે.