CBI ની વિશેષ અદાલતે ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહિમ સિંહ ને 15 વર્ષ જૂના રેપ કેસમા કાલ દોશી કરાર કર્યો હતો. ન્યાયાધીશ જગદીપ સિંહે 50 વર્ષીય ડેરા પ્રમુખને રેપના દોષી કરાર કરતાં કહ્યું કે રામ રહિમને 28 ઓગસ્ટે સજા આપવામાં આવશે.

રામ રહિમને 7 વર્ષ થી લઈ આજીવન કરવાસની સજા થઈ શકે છે. રામ રહિમને દોષી કરાર કરતાં તેમના સમર્થકો હિંસક બની ગયા હતા. ઘણા વાહનોને આગ લગાડવામાં આવી હતી. હિંસક સમર્થકોએ ઘણા મીડિયાની ઓબી વેનને પણ આગ લગાવી હતી. મીડિયા સૂત્રોના પ્રમાણે આ હિંસામાં ઓછામાં ઓછા 30 લોકોની મોત થઈ છે. અને 250 થી વઘુ લોકો ઘાયલ થયા છે. ડેરા સમર્થકોએ અનેક જગ્યાએ હિંસા કરી અનેક ગાડીઓમાં આગ લગાવી હતી ત્યારે પંજાબ –હરિયાણા હાઇકોર્ટે એ નિર્ણય આપ્યો કે આ હીનશા થી જેટલું નુકશાન થયું છે તે રામ રહિમની પ્રોપોર્તિને જપ્ત કરીને ભરપાઈ કરવામાં આવશે.

ડેરાનાં સમર્થકોએ રાજધાની દિલ્હીમાં પણ હિંસા ફેલાવી હતી. આ સમર્થકોએ DTCની બે બસોમાં તોડફોડ કરીને આગ લગાવી હતી.

પંજાબમાં પંચકૂલામાં આર્મીની 6 ટિમ તૈનાત કરવામાં આવી હતી. પંચકુલા અને સિરસામાં ડેરાનાં સમર્થકોએ હુમલા કર્યા હતા. આ હુમલામાં 10 લોકો ઇજાગ્ર્સ્ત થયા  અને 3 લોકોના મોત થયા હતા. આ હિંસાને કાબુમાં લેવા પંચકુલક , ભટિંડા અને ફિરોઝ્ગપુરમાં 144ની કલમ લગાડવામાં આવી હતી. પંચકુલા પછી ડીહલિ અને ઉતરખંડમાં એલર્ટ જાહેર કરાયું હતું. સમર્થકોએ પથ્થરમારો શરૂ કરતાં પોલીસે ફાયરિંગ શરૂ કર્યું હતું . બાબાના સમર્થકોએ ન્યૂઝ ચેનલ પર પણ હુમલા કર્યા હતા.ચુકાદો આવ્યાના 45 મિનિટમાં જ પંજાબ અને હરિયાણામાં 100થી વઘુ જ્ગ્યાઓએ હિંસાઓ થઈ હતી. આ હિંસાને કાબુમાં લેવા પોલીસે પેરમીલિટ્રી ફોર્સ દ્વારા ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.