કરોડોના આર્થિક વ્યવહારો ખોરવાશે: વેપાર-ધંધા પર માઠી અસર પહોંચશે.
આગામી તા.૩૦ અને ૩૧ મેના રોજ બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાલમાં ગુજરાતની ૪૭ બેંકોના ૫૫ હજાર કર્મચારીઓ પણ જોડાશે. બે દિવસીય હડતાલમાં લોકોના નાણા વ્યવહારો ઠપ્પ થઈ જશે.
વેપાર ધંધા ઉપર માઠી અસર પહોંચશે. આ ઉપરાંત મહિનાના અંતિમ દિવસો હોવાથી પગારદારો પણ હેરાન થશે તેવું માનવામાં આવે છે. ઈન્ડિયન બેંક એસોસીએશનના તાજેતરમાં ૨ ટકા પગાર વધારાથી બેંક કર્મચારીઓ નારાજ છે. પરીણામે વધુ પગાર વધારાની માંગણી સાથે સરકારને અનેક વખત રજુઆત થઈ ચુકી છે.
જોકે તેનો કોઈ ઉકેલ ન આવતા આગામી તા.૩૦ અને ૩૧ મેના રોજ બેંક કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરવાના છે. જેમાં ગુજરાતના ૫૫ હજાર બેંક કર્મચારીઓ પણ જોડાવવાના છે તેવું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા મુજબ હડતાલમાં જાહેર ક્ષેત્રની બેંકોની સાથે ખાનગી ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ પણ જોડાઈ તેવી શકયતા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com