સુરેન્દ્રનગર જિલ્લામાં જુગારની મૌસમ પુર બહારમાં ખીલી છે ત્યારે પોલીસે પણ સક્રિય થઇને દરોડા કરી 30 જુગારીઓને રોકડ અને મોબાઇલ સહિત રૂપિયા 87,750ના મુદ્દામાલ સાથે ઝડપી
લીધા હતા. સુરેન્દ્રનગરના ખોડુ રોડ, ખજેલી, વસ્તડી, પાટડી અને વીજળીયામાં કરાયેલા દરોડામાં 30 ઝડપાયા હતા. જયારે વસ્તડીના દરોડામાં બે શખ્સો નાસી છૂટયા હતા. સુરેન્દ્રનગરના ખોડુ રોડ પર આવેલ સંકલ્પ રેસીડેન્સીના બ્લોકમાં જુગાર રમતા પ્રશાંતભાઇ બીપીનભાઇ પરમાર, હાર્દીક ઉર્ફે પીન્ટુપ્રકાશભાઇ માથુકીયા, વિજયસિંહ ઉર્ફે મુન્નો નગીનદાસ માથુકીયા, મુકેશ ઉર્ફે ગાંગો નગીનદાસ માથુકીયા, હિરેન ચંદુલાલ શાહ, હાર્દિક ઉર્ફે લાલો મનોજભાઇ કોઠારી, મનોજભાઇ ઉર્ફે મુનો કાંતીલાલ કોઠારી અને બાબુલાલ ખોડીદાસ શાહ રૂપિયા 30,750 સાથે ઝડપાયા હતા. જયારે વસ્તડી ગામના રહેણાક મકાનમાં જુગાર રમતા દયારામભાઇ ગોરધનભાઇ સોનારા, સંજયસિંહ જાદવ, રાજુભાઇ ગોહિલ, ફતેસંગભાઇ ગોહિલ, વિજયભાઇ ચૌહાણ, ભરતભાઇ મેણીયા, બચુભાઇ મેણીયા, જુવાનસિંહ ગોહિલ રૂપિયા 27650 અને મોબાઇલ સહિત રૂપિયા 35150ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. આ દરોડામાં વિક્રમભાઇ રૂપસંગભાઇ અને દિલીપભાઇ મનુભાઇ મોરી નાસી છૂટયા હતા.
વઢવાણ તાલુકાના ખજેલી ગામના તળાવની પાળ પાસે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમતા દલસુખભાઈ ઇશ્વરભાઈ ધરજીયા, ભાયલાલભાઈ હરજીભાઈ ધરજીયા, હકાભાઇ નારાયણભાઈ ધરજીયા, વિનોદભાઈ રાજેશભાઇ નંદાણીયા અને રજનીભાઈ હેમુભાઈ ધરજીયાને રૂ. 10,370ના મુદ્દામાલ વઢવાણ પોલીસે જપ્ત કરી વધુ તપાસ પી.કે.ગઢવી કરી રહ્યાં છે. થાનગઢના વીજળીયા ગામની વાડીની ખૂલ્લી જગ્યામાં જુગાર રમતા વિનુભાઇ ચોથાભાઈ સોલંકી, મુન્નાભાઈ મશરૂભાઇ સારદીયા, કમલેશભાઈ દેવશીભાઈ રોજાસરા અને મનીષભાઈ ધીરાભાઇ રોજાસરા રોકડા રૂપિયા 6,390 સાથે ઝડપાયા હતા. પાટડીની મોર્ડન સ્કુલ પાસે જુગાર રમતા શીવા કરશન જાડેજા, ધર્મેન્દ્ર પોપટસિંહ ઝાલા, બહાદુરશા આલમશા ફકીર, બચુ જીવાભાઇ ઠાકોર અને મુન્ના લઘરાભાઇ ઠાકોર રોકડા રૂ. 5090ના મુદામાલ સાથે ઝડપાયા હતા.