રાજકોટ, ગ્રામ્ય, પોરબંદર, સુરેન્દ્રનગર, અમરેલી, જામનગર, જૂનાગઢ, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં ૭૦૯ વાહન ડીટેઇન કરાયા
કોરોના વાયરસ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા લોક ડાઉનને તા. ૩ મે સુધી લંબાવવામાં આવતા લોક ડાઉનનો ભંગ કરી રખડવા નીકળેલા સૌરાષ્ટ્રના ૯૫૦ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ, રલ, મોરબી, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, બોટાદ, પોરબંદર, અમરેલી અને સુરેન્દ્રનગર પોલીસે લોક ડાઉનનો અમલ કરાવવા ૭૦૯ વાહન ડીટેઇન કર્યા છે.
રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, બેડીનાકા ટાવર, ભૂતખાના ચોક, લોહાનગર, ગોંડલ રોડ અને મંગળા મેઇન રોડ પાસેથી ૮ શખ્સોને એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. સંત કબીર રોડ, ગ્રીનલેન્ડ ચોકડી અને જૂના માકેર્ટીંગ યાર્ડ પાસેથી ૧૪ શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ચુનારાવાડ અને ભાવનગર રોડ પાસેથી ૨ શખ્સને થોરાળા પોલીસે ધરપકડ કરી છે. જંગલેશ્ર્વર આરએમસી કવાર્ટર પાસેથી ૧૧ શખ્સોને ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. કુવાડવા ગામ, બેડલા, બામણબોર, સોખડા ચોકડી અને મઘરવાડા પાસેથી ૩૪ શખ્સોની કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. ઢોલરા પાટીયા, આજી ડેમ ચોકડી અને કોઠારિયા રોડ પાસેથી ૭ શખ્સોને આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે. બજાજ ઓટો, કસ્તુરી પ્રાઇડ એપાર્ટમેન્ટ, આનંદ બંગલા ચોક, માલવીયા કોલેજ, નવલનગર, ખોડીયારનગર અને લોધેશ્ર્વર સોસાયટી પાસેથી ૨૩ શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે. ગવલીવાડ, પારસી અગીયારી ચોક અને ભીલવાસ પાસેથી ૮ શખ્સોની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. ઘંટેશ્ર્વર ચોકડી, હનુમાન મઢી, અમરજીતનગર, એસ.કે.ચોક અને માધાપર ગામ પાસેથી ૯ શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. આરએમસી કવાર્ટર, જડુસ હોટલ, પુનિતનગર પાણીના ટાંકો, મામાપીરના મંદિર અને વાવડી ચોકડી પાસેથી ૬ શખ્સોની તાલુકા પોલીસે ધરપકડ કરી છે. રૈયા રોડ, રૈયા ટેલિફોન એકસચેન્જ, આકાશવાણી ચોક, બાપા સિતારામ ચોક, પાટીદાર ચોક, ગોપાલ ચોક, શક્તિ કોલોની અને આલાપગ્રીન સિટી પાસેથી ૧૮ શખ્સોની યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે. જુદા જુદા ૭ પોલીસ મથકના સ્ટાફે ૪૧૪ વાહન ડીટેઇન કર્યા છે.
રાજકોટ ગ્રામ્યના કોટડા સાંગાણીના ૩, લોધિકા ૨૬, ધોરાજીમાં ૩૭, જામકંડોરણા ૯, જેતપુરમાં ૫૧, પડધરી ૧૨, ગોંડલમાં ૨૨, ઉપલેટામાં ૩૪, ભાયાવદરમાં ૯, પાટણવાવ ૬, જસદણમાં ૨૪, ભાડલામાં ૩, આટકોટમાં ૨૦ અને શાપરમાં ૩૮ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
બોટાદમાં ૪૪, દેવભૂમિ દ્વારકામાં ૩૧, ગીર સોમનાથમાં ૫૬, પોરબંદર ૧૧૦, મોરબીમાં ૧૧૦, સુરેન્દ્રનગર ૫૬, જૂનાગઢમાં ૧૧૫ અને ભાવનગર ૧૨૦ શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ શહેર, ગ્રામ્ય અને મોરબી પોલીસે ૭૦૯ વાહન ડીટેઇન કર્યા છે.