સુરેન્દ્રનગર જીલ્લાના ધાંગધ્રા તાલુકામાં મજુરી કામ કરતા મજુરનું બાળક 500 ફૂટ ઊંડા બોરમાં પડી ગયું હતું. આ બાળકનું ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ આ ઘટના ધ્રાંગધ્રાના દુદાપુર ગામની છે. જ્યાં મજુરી કામ કરતા મજુરનું બાળક 300 ફૂટ ઊંડા બોરમાં ખાબક્યું હતું. આ બાળકની ઉંમર ૩ વર્ષની હતી. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તથ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

2 4

દુદાપુર ગામની સીમમાં આવેલી વાડીમાં મંગળવારે સાંજના સાત વાગ્યાની આસપાસ બેથી અઢી વર્ષનો શિવમ રમતાં રમતાં 300 ફુટથી વધુ ઉંડા બોરમાં પડી ગયો હતો. મંગળવારે સાંજના સમયે તેના માતા રસોઇ બનાવી રહ્યા હતા અને પિતા ખેતરમાં મજૂરી કરી રહ્યા હતા. આ દરમિયાન બાળક રમતાં રમતાં ખુલ્લા બોર નજીક આવતા બોરમાં પડી ગયું હતુ. બાળકના પડવાનો અવાજ આવતા સૌ પ્રથમ તેની માતા દોડી આવી હતી અને શિવમના પિતાને બોલાવી શિવમને બચાવવા માટે પ્રયાસો હાથ ધર્યા હતાં.

બાળકને બચાવવાના પ્રયાસ કરતા સમયે બાળકના રડવાનો અવાજ સંભળાતો હતો બાળકને જીવીત રાખવા ઓક્સિજન આપવા માટેની કામગીરી શરૂ કરી બાળકને બચાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

3 3

1બાળક શિવમ અંદાજે 7 વાગ્યા આસપાસ બોરમાં પડી ગયો હતો અને લગભગ 10.30 વાગ્યા સુધીમાં આર્મિના જવાનોએ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરી બાળકને બચાવી લેતા દુદાપુર ગામસહીત સમગ્ર પંથકના લોકોએ આર્મિના જવાનોની કામગીરીને બિરદાવી હતી. આ બનાવના સમાચાર મળતા મામલતદાર એસ.એમ. ફળદુ પોલીસ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ આરોગ્યની ટીમ પોલીસ ઘટના સ્થળ દોડી ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.