- પાલનપૂર ડીસા હાઈવે પર આવેલ મહેશ્વરી પેપર મિલમાં ગેસ ગુંગળામણથી 3 શ્રમિકોના મોત
બનાસકાંઠા ન્યૂઝ : પેપર મીલમાં ગેસ ગળતરની ઘટનામાં 3 મજૂરોના મોત થયા છે. પાલનપુર ડીસા હાઈવે પરની પેપર મીલમાં ગેસ ગળતરની ઘટના બની છે. કુવામાં ગેસ ગળતર થતા 4 મજૂરોને અસર થઇ છે. 108 અને ફાયરની ટીમે મજૂરોને કુવામાંથી બહાર કાઢ્યા છે. 3 મજૂરોને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 2ના મોત થયા છે, એક ગંભીર છે. તપાસમાં પેપર મિલના માલિકની મોટી બેદરકારી સામે આવી છે. કોઇ પણ સલામતી ઉપકરણો વગર કુવામાં મજૂરોને ઉતાર્યા હોવાનું સામે આવે છે.
ફાયર ફાઈટર તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચ્યું
મળતી માહિતી મુજબ બનાસકાંઠાનાં પાલનપુર-ડીસા હાઈવે પર આવેલ મહેશ્વરી પેપર મિલમાં કૂંડી સાફ કરવા ઉતરેલા 5 મજૂરોમાંથી ત્રણ મજૂરોને ગૂંગળામણનાં કારણે બેભાન થઈ ગયા હતા. મજૂરો બેભાન થઈ ગયાની જાણ મિલનાં કામદારોને થતા તેઓ તાત્કાલીક ફાયર ફાઈટર વિભાગને આ બાબતે જાણ કરતા ફાયર ફાઈટરનાં કર્મચારીઓ તાત્કાલીક ઘટનાં સ્થળે આવી પહોંચી શ્રમિકોનો બહાર કાઢી તેઓને તાત્કાલીક 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં હાજર તબીબ દ્વારા ત્રણ શ્રમિકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય બે મજૂરોને પણ તાત્કાલીક સારવાર અર્થે ખસેડાતા તેઓ હાલ સારવાર હેઠળ છે.