પોલીસે ત્રણેય મહિલા પાસેથી રૂા.10 હજારના મુદ્ામાલ કર્યો કબ્જે
જામનગર શહેરમાં કામદાર કોલોની શેરી નં.8 માં ઘરફોડ ચોરી કરનાર ત્રણ મહીલાઓને ચોરીના સીટી સી ડીવીઝન સર્વેલન્સ સ્કોડે પકડી પાડી હતી. પોલીસે મહિલા આરોપીઓના કબ્જામાંથી ભંગાર ઉપરાંત ચોરાઉ મુદામાલ કબ્જે કરી કાર્યવાહી આગળ ધપાવી છે. જામનગરમાં તાજેતરમાં કામદાર કોલોની શેરી નં.8ના છેડે ઘરફોડ ચોરીનો બનાવ સામે આવ્યો હતો. ચોરીના ગુન્હાની ફરિયાદ નોંધાયા બાદ સીટી સી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ પી.એલ.વાઘેલા ના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ વી.એ.પરમાર તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન સંતોષી માતાજીના મંદીર પાસે પહોયતા કોન્સ્ટેબલ હરદીપભાઇ વસંતભાઇ બારડ તથા યુવરાજસિંહ ભરતસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમીદાર મારફતે હકીકત મળી હતી.
ચોરી અંગે સી.સી.ટી.વી. ત્રણ શંકાસ્પદ મહીલાઓ દેખાય છે. જે હાલ હાલ સંતોષી માતીજીના મંદીર પાસે આવેલ દેવીપુજકવાસ પાસે હોય અને તે કોઇ ચોરીનો માલ સગેવગે કરવાની ફીરાકમાં હોવાનું સામે આવ્યું હતુ. જેને લઈને પોલીસે દોડી જઇ આ ગુન્હામાં સંડોવાયેલ સારદાબેન અમીતભાઇ પરમાર (ઉ.વ.30 ધંધો મજુરી રહે, સંતોષીમાતાજીના મંદીર પાસે, જુપડપટ્ટી, જામનગર), સવિતાબેન મુકેશભાઇ પરમાર (ઉ.વ.32 ધંધો મજુરી રહે. સંતોષીમાતાજીના મંદીર પાસે, જપડપટ્ટી, જામનગર) અને સામુબેન રવિભાઇ પરમાર (ઉ.વ.25 ધંધો મજુરી રહે. સંતોષીમાતાજીના મંદીર પાસે,જુપડપટ્ટી, જામનગર) ને પકડી પાડી હતી. જે તમામના કબજામાંથી પોલીસે એક તાંબાનું ટોપીયુ, 4 હજારની કિંમતનો 10 કીલો ભંગાર, એલ્યુમીનીયની કડાઇ કી.રૂ.1500 તથા 10 કિલો લોખંડનો ભંગાર, 10 હજારની કિંમતનો ભાંગેલી મોટરનો સામન સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.