દર્શનાર્થીઓના ભારે ધસારાના કારણે દરવાજો ખુલતાની સાથે થઈ ધક્કામુક્કી: એકાદશી હોવાથી હજ્જારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યા હતા

રાજસ્થાનમાં સીકર ખાતે આવેલ પ્રખ્યાત ખાટુ શ્યામબાબાના મંદિરમાં આજે વહેલી સવારે દર્શન માટે લોકોમાં નાસભાગ મચી જવાથી તે ભાગદોડમાં દબાઇ જતા ત્રણ મહિલાના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે આ નાસભાગમાં ત્રણ બાળકો સહિત સાત લોકોને ગંભીર ઈજા પોહ્ચતાં તેને સારવાર અર્થે જયપુર ખાતે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.મંદિરમાં દર્શન માટે પ્રથમ જવાની એવી હરીફાઈ થઈ કે નાસભાગ મચી ગઈ હતી.આ ભાગદોડમાં પગ નીચે કચડાઈ જવાને કારણે અત્યાર સુધીમાં ત્રણ મહિલાઓના મોતના સમાચાર સામે આવ્યા છે. જ્યારે સાતથી વધુ લોકો ઘાયલ છે અને મોટી વાત એ છે કે આ ઘાયલોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે.

IMG 20220808 082919

વિગતો મુજબ આજે એકાદશી નિમિત્તે ગઈકાલે મોડી રાત્રે અગિયાર વાગ્યાથી હજારો લોકો રાજસ્થાનના સીકર ખાતે આવેલા ખાટુ શ્યામ બાબાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. મોડી રાત્રે અગિયાર વાગ્યાથી મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી. પરંતુ નિયમ મુજબ રાત્રે અગિયાર વાગ્યે મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. મંદિરના દરવાજા સવારે ચાર વાગ્યે ખોલવાના હતા. આ દરમિયાન મંદિરમાં હજારો લોકો એકઠા થયા હતા. મંદિરમાં બાર વાગ્યા સુધી ભીડ હાજર હતી. સવારે ચાર વાગ્યે મંદિરના દરવાજા ખુલતાની સાથે જ અચાનક ભીડ બેકાબૂ બની ગઈ હતી.

મંદિરમાં લાઇનમાંથી દર્શન કરી શકાય તેવી વ્યવસ્થા કરવા માટે સ્ટીલના બેરિકેડ અને રેલિંગ લગાવવામાં આવી છે. પરંતુ તેને પાર કરવા માટે એવી હરીફાઈ થઈ કે બે ડઝનથી વધુ મહિલાઓ અને બાળકો નીચે પડી ગયા. ટોળાને કાબુમાં લઈ શકાય ત્યાં સુધીમાં ત્રણ મહિલાઓના મોત થઈ ચૂક્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલા ખાતુ શ્યામ જી પોલીસ સ્ટેશનના પ્રભારી રિયા ચૌધરીએ જણાવ્યું કે મંદિરના દરવાજા ખોલતાની સાથે જ ભીડ બેકાબૂ બની ગઈ હતી. જે બાદ આ અકસ્માત થયો હતો. મૃતકોમાં બે મહિલાઓ હરિયાણાની હોવાનું કહેવાય છે. ઘાયલ મહિલાઓ અને બાળકોમાં અલવર અને જયપુર શહેરના લોકો જણાવવામાં આવી રહ્યા છે.

ઊલેખનીય છે કે,ખાટુ શ્યામ રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલું અને તે વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે. આજે સવારે ભક્તો દર્શન માટે જઈ રહ્યા હતા ત્યારે અચાનક નાસભાગ મચી ગઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને બે ગંભીર રીતે ઘાયલોને જયપુર ખસેડવામાં આવ્યા છે.આ ખાટુશ્યામજીનું મંદિર શહેરની મધ્યમાં બનેલું છે. તેમાં પૂજા માટે એક મોટો હોલ છે, જેનું નામ જગમોહન રાખવામાં આવ્યું છે. હાલ પોલીસે ભીડને કાબૂમાં લઇ વધુ કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.