લોકડાઉન વચ્ચે ટાઇમપાસ માટે પતો ટીચવો પડ્યો મોંઘો ગૃહિણીઓને છોડાવવા પરિવારજનોની દોડધામ
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં રહેતી ૬ ગૃહિણીઓ લોક ડાઉન દરમિયાન પરિવાર સાથે રહેવાના બદલે ધોળા દિવસે પતા ટીચી જુગાર રમતા પોલીસના હાથે ઝડપાઇ જતાં, આ ગૃહિણીઓના પતિદેવો અને પરિવારજનોને જુગારી મહિલાઓને છોડાવવા ધોળે દિવસે તારા દેખાય ગયા હતા.
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના મધુરમ વિસ્તારમાં આવેલ શીતલ નગરમાં રહેતા અંજનાબેન ધનજીભાઇ ભાષા (ઉ.વ. ૩૦) પોતાના રહેણાક મકાને નાલના પૈસા ઉઘરાવી, જુગારનો અખાડો ચલાવતા હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે અંજનાબેન ધનજીભાઇ ભાષાના ઘરે જુગાર અંગે દરોડો પાડી, અંજનાબેન ધનજીભાઇ ભાષા (ઉ.વ. ૩૦), વર્ષાબેન કારાભાઇ પરમાર (ઉવ.૫૫), સોમીબેન છગનભાઇ બોરીચા (ઉ.વ.૪૪), રસીલાબેન પુંજભાઇ સોલંકી (ઉવ.૬૦), સોનલબેન ધીરેંદ્રભાઇ ભનુભાઇ રાઠોડ (ઉવ.૨૪), ધીરજબેન નાથાબાઇ ઉકાભાઇ ચૌહાણ (ઉ.વ.૫૮), સવિતાબેંન રાજાભાઇ સકરાભાઇ સોલંકી (ઉ.વ.૫૨), જયાબેન રામજીભાઇ શંકરભાઇ મહીડા (ઉ.વ.૫૦) ને ગંજી પતાના પાના તથા પૈસા વડે તીન પતી રોન પોલીસ નામનો જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યાા હતા.
મધુરમ વિસ્તારમાં આવેલ શીતલ નગરમાં સી ડિવિઝન પી.એસ.આઈ.એ દરોડો પાડી, જુગારનો અખાડો ચલાવતા મહિલા સહિત આ છ મહિલાઓને ઝડપી પાડતા, મધુરમ વિસ્તારમાં આ બાબત ચર્ચાનો વિષય બની હતી અને મહિલાઓને છોડાવવા માટે પરિવારજનોમાં દોડાદોડી મચી જવા પામી હતી.