‘સાહિલ’જીંદગીની શોધમાં, બાબુકાકાની ચા, જીગર જાન, ચાસણી, ૪૭ ધનસુખ વન અને ધુનકી આ છ અર્બન ગુજરાતી ફિલ્મો થઇ રિલીઝ કેટલીકને સારો પ્રતિસાદ તો કોઇ સાવ ફલોપ
અર્બન ગુજરાતી ફિલ્મોને છેલલા કેટલાક સમયથી દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જુલાઇ મહિના ૬ ગુજરાતી ફિલ્મો સિનેમાઘર સુધી પહોંચી જેમાં કેટલીક ફિલ્મોએ એવરેજ તો કેટલીક ફિલ્મો સારી હોવાનું જાણવા મળી રહ્યું છે.ચાર જુલાઇએ રીલીઝ થયેલી ડ્રામા ફિલ્મ ‘સાહીલ’જીંદગીની શોધમાં જેમાં બોલીવુડના ખલનાયક પ્રેમ ચોપરાએ પ્રથમવાર ગુજરાતી ફિલ્મમાં કામ કર્યુ તેમની સાથે રાજન રાઠોડ અને વિવેકા પટેલ મુખ્ય કલાકાર હતા .
બોકસ ઓફીસ પર કોઇ સારો દેખાવ કરી શકી નહીં જયારે ૫ જુલાઇએ રીલીઝ થયેલી બાબુકાકાની ચા કોમેડી ફિલ્મ જેના કલાકારો કલ્પેશ રાજગોર, હરસિક રાજપૂત, કાર્તિક રાષ્ટ્રપાલ, દિનેશ લાંબા એ સારી એકટીંગ કરી હતી છતાં દર્શકોએ આ ફિલ્મને પણ સારો પ્રતિસાદ આપ્યો નહી.
૧૨ જુલાઇએ રીલીઝ થયેલી ફિલ્મ જીગર જાનમાં નરેશ કનોડીયાએ અભિનય કર્યો છે. જો કે આ ડ્રામાં ફિલ્મ પણ દર્શકોને સિનેમાઘર સુધી ખેંચી લાવવામાં નિષ્ફળ ગઇ.
૧૯ જુલાઇએ ડ્રામાં ફિલ્મ ચાસણી મીઠાશ જીંદગીની જેમા ત્યાર અને અત્યારની લવસ્ટોરીનું મિશ્રણ છે. આ ફિલ્મમાં લવ, રિલેશનશીપ, મેરેજ અને હાર્ટ બ્રેકની આજુબાજુ ધુમતી ખુબ જ રોમાંચક કોમેડી મુવી છે. ચાસણીના ડાયરેકટર અને મંથન છે. ૧૯ જુલાઇએ રીલીઝ થયેલી આ ફિલ્મમાં મનોજ જોષી, સેજલ ભટ્ટ, દિવ્યાંગ ઠકકર, માર્યા દોશી, ઓજસ રાવલ મુખ્ય સ્ટાર કાસ્ટ છે. આ ફિલ્મે દર્શકોને સીનેમાઘર સુધી ખેચ્યા
જયારે ર૬ જુલાઇએજ રીલીઝ થયેલી થ્રીલર ફિલ્મ ૪૭ ધનસુખ ભવન ગુજરાતીમાં પ્રથમ પ્રયોગ સમાન છે. જો કે આ થ્રિલર મુવીએ દર્શકોને આકર્ષયા છે.
જયારે ર૬ જુલાઇએ જ રીલીઝ થયેલી એક અન્ય ફિલ્મ ધુનકી તદ્દન નવી જ ક્ધસેપ્ટ સાથે આવી છે આ ફિલ્મમાં પેશન ની વાત છે એક ધુન ની વાત છે. ધુનકી ની સ્ટારકાસ્ટમાં પ્રતિક ગાંધી, દિકક્ષા જોશી, વિશાલ શાહ, કૌશંભી ભટ્ટ મુખ્ય કલાકારો છે. તદ્દન નવા વિષય સાથે આવેલી આ ફિલ્મમાં નવા જમાનાના ધુની છોકરાઓની નવી નજર નવી વાત અને ટુ ધ પોઇન્ટ આ ફિલ્મની વાર્તા છે. જે ખરેખર ખુબ જ સુંદર રીતે કલાકારોએ દર્શાવી છે.
તો આ મહિનામાં રીલીઝ થયેલી છ ફિલ્મોમાં ચાસણી અને ધુનડી દર્શકોને સીમેમાધર સુધી ખેંચી લાવવામાં સફળ રહી છે.