૪૭૩ વિસ્તારોમાં હાથ ધરાય સફાઈ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “વન ડે-થ્રી વોર્ડ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજે ઈસ્ટ ઝોનના વોર્ડ નં.૫, વેસ્ટ ઝોનનાં વોર્ડ નં.૮ અને સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં.૩માં ઝુંબેશ હાથ ધરાઈ હતી.
રાજકોટ શહેરને ગંદકીથી મુક્ત કરવા માટે તેમજ રોગચાળા અટકાયતી ૫ગલા રૂપે આજે વન-ડે-વન વોર્ડ અંતર્ગત વોર્ડ નં. ૦૩,૦૫, અને ૦૮માં સઘન સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમાં ત્રણેય વોર્ડમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સફાઇ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા ૪૭૩, સફાઇ કરાવેલ કુલ મુખ્યન માર્ગોની સંખ્યા૦ ૨૧, સફાઇ કરાવેલ કુલ ન્યુસન્સ પોઇન્ટની સંખ્યા ૨૫, સફાઇ કરાવેલ કુલ ખુલ્લા પ્લોટની સંખ્યા ૨૬, મીની ટીપર વાહન મારફત કલેક્શન કરવામાં આવેલ કુલ કચરો – ૭૩ ટન, જે.સી.બી, ડમ્પલર, ટ્રેક્ટરના ફેરા ૬૩, ચુનો / મેલેથીઓન પાવડર નો કરેલ છંટકાવ – ૮૨ બેગ, સફાઇ કરાવેલ માર્કેટ / હોકર્સ ઝોન ૦૩, સફાઇ કરેલ કુલ યુરીનલ ૦૩ કામગીરી કરવામાં આવેલ છે. આજની આ કામગીરીમાં શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, પૂર્વ ઝોનના નાયબ કમિશનર ચેતનભાઇ ગણાત્રા, કોર્પોરેટર પ્રીતીબેન પનારા, દક્ષાબેન ભેસાણીયા, વોર્ડના મહિલા પ્રમુખ રસીલાબેન સાકરીયા, કલ્પનાબેન કયાડા, અરવિંદભાઇ ભેંસાણીયા, દિપકભાઇ પનારા, વોર્ડ નં.૦૩ પ્રમુખ હેમુભાઈ પરમાર, હર્ષિદાબેન પટેલ, શોભનાબેન સોલંકી, રાજુલબેન ચૌહાણ, ધર્મેન્દ્રભાઈ રાઠોડ, વિપુલભાઈ ઝાલા, દલસુખભાઈ રાઠોડ, નીરેશભાઈ શીદપરા, ડે.કમિશનર ચેતન ગણાત્રા, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, ડી.યુ.તુવર, આસી.મેનેજર દિપેન ડોડીયા, વોર્ડ એન્જીનીયર શ્રીવાસ્તવ તેમજ વોર્ડના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.