શાહી નદીમાં ઘોડાપુર આવતા નગડીયા જવા માટેના પૂલ પર પાણી વહેવા લાગતા વાહનવ્યવહાર ઠપ્પ
ઉના શહેરમાં ગઇકાલે રાત્રીના ધીમી ધાર ત્થા ધોધમારવરસાદ વરસવો શરુ થયેલ જે આજે આખો દિવસ શરુ રહ્યો હતો ગઇકાલે સાંજે ૬ થી આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૪ ઇંચ ૧૦૦ મીમી વરસાદ વરસી ગયો હતો. ઉનામાં નીચાણ વાળા વિસ્તાર વરસીંગપુર રોડ, સુર્યમુખી હનુમાન મંદીર પાછળ, આનંદ બજાર તથા સોસાયટીનો રોઢ ઉપર ગોઠણ ડુબ પાણી ભરાયા હતા. તાલુકાના દેલવાડા, આમોદ્રા સામતેરા સનખડા, ગાંગડા, સીમર, શૈય (રાજપર) નવાબંદર માં ૩ ઇંચ વરસાદ નોંધાયો છે.
ગીર મઘ્ય તલસીશ્યામ દુધાળા ગીર જશાધારમાં ધોધમાર ૪ ઇંચથી વધુ વરસાદ વરસી જતાં જંગલમાંથી નીકળતી શાહી નદીમાં ઘોડાપુર આવતા નગડીયા જતા બેઠા પુલ ઉ૫ર પાણી વહેતા વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો. વાજડી,કંસારી, ભાચા ગામની નદીમાં પુર આવ્યા હતા. તેમજ ૪ ઇંચ વરસાદ વચ્ચે જતાં ડેમમાં ૧.૩૦ મીટર નવું પાણી આવ્યું છે. હાલ ૪.૨૦ મીટર ભરાયો છે. ધોકડવામાં ૪ ઇંચ વરસાદ વરસી ગયો છે. ગાંગડા ગામમાં પસાર થતી માલકા નદીમાં પુર આવેલ સનખડામાં પણ પુર આવ્યું છે.
ગીરગઢડા શહેર તથા ગ્રામ પંથક બાબરીયા, ભાખરા થોરડી, ફરેકા, સનવાવ, જરગલી, ફાટસરા જુડવડલીમાં ૪ ઇંચ વરસાદ વરસી ગયો છે. મછુન્દ્રી ડેમ ઉપર ર ઇંચ વરસાદ વરસ્યો છે. ડેમમાં ૧ ફુટ પાણીની નવી આવક થઇ છે. હાલ ૧.૩૦ મીટર ભરાયો છે. ગીરની તમામ નદી નાળામાં ભારે વરસાદથી પુર આવ્યા છે. આ લખાય છે ત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.