કારણ વગર આંટાફેરાં કરતાં ૩૧ સામે કાર્યવાહી
જામનગર શહેર તા જિલ્લામાં પોલીસે લોકડાઉન ભંગ કરી દુકાન ચાલુ રાખનાર ચાર વેપારી અને સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરાવતા છ વેપારી સામે ગુન્હો નોંધ્યો હતો જ્યારે જાહેરનામાનો ભંગ કરી ચા-પાન વેચતા ત્રણ, માસ્ક પહેર્યા વગર ધંધો કરતા ત્રણ દંડાયા હતાં અને કારણવગર આંટાફેરા કરતા એકત્રીસ શખ્સો તેમજ વાહનમાં ઠસોઠસ મુસાફર ભરતા બે સામે પોલીસે કાર્યવાહી કરી હતી.
જામનગર શહેર તા જિલ્લામાં આ૫વામાં આવેલા અનલોક-૨ દરમ્યાન વેપારીઓને સમયમર્યાદામાં જ પોતાના ધંધા-વ્યવસાય કરવાની તંત્રએ પરવાનગી આપી છે. તેમ છતાં કેટલાક સ્ળોએ વેપારીઓ સમય મર્યાદાનો ભંગ કરવા ઉપરાંત સોશ્યલ ડીસ્ટન્સ અને જાહેરનામાનો પણ ભંગ કરતા હોય પોલીસે ગઈકાલે તેઓની સામે કાર્યવાહી યાવત રાખી હતી. જેમાં કાલાવડ નાકા પાસે પાંચ હાટકડીમાં અસલમ અદ્રેમાન શેખે પોતાની ન્યુ એમ.એમ. પાન નામની દુકાન, ચા-પાનની દુકાન બંધ રાખવાનું જાહેરનામું હોવા છતાં ચાલુ રાખતા પોલીસે તેની સામે ગુન્હો નોંધ્યો છે.
બેડીનાકા પાસે આદીલ અબ્દુલવાહબ વહેવારીયાએ પોતાની દુકાનમાં સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરાવ્યો હતો જ્યારે ખંભાળીયા નાકા પાસે નારણભાઈ ગોરધનભાઈ મોરજરીયાએ, અનુપમ ટોકીઝ પાસે મિતેશ ગોવિંદભાઈ પરમારે, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે નિલેશ મહેન્દ્રભાઈ દામાએ, દિગ્જામ સર્કલ પાસે ડાહ્યાલાલ નારણભાઈ માતંગ, હીરાલાલ હમીરભાઈ પરમારે સોશ્યલ ડીસ્ટન્સ જાળવ્યું ન હતું.
તે ઉપરાંત એમ્યુઝમેન્ટ પાર્ક પાસે શાંતિલાલ સવજીભાઈ સોનગરા, ચિમનભાઈ ધરમસીભાઈ ગજરા, નાાભાઈ ગોરધનભાઈ પટેલ, જમનભાઈ જાદવભાઈ પટેલ, જીવરાજભાઈ નુરાભાઈ પટેલ કારણવગર આંટા મારતા મળી આવ્યા હતાં. ખોડીયાર કોલોની પાસેી અરવિંદ રામજીભાઈ કોળી, કિરીટ ધનજીભાઈ કોળી, હરીશભાઈ મનજીભાઈ પટેલ, ભરત કરશનભાઈ આહિર, ડાહ્યાલાલ ઓધવજી પુરોહિત, પરબતભાઈ દેવાયતભાઈ આહિર, જેઠાભાઈ ગોવાભાઈ ભાંભી, પેાભાઈ ઉકાભાઈ ભાંભી, ધનજીભાઈ મુળજીભાઈ ભાંભી, સોમાભાઈ રામાભાઈ ભાંભી, દિલીપ માવજીભાઈ વાઘેલા, તળાવની પાળેી નિરવ પરેશભાઈ મંગે, અક્ષય વિજયભાઈ નંદા, જતીન અશોકભાઈ ગોરસરા, હરીશ ભાયાલાલ જોઈસર, પ્રદર્શન મેદાન પાસેી ભાગ્યદેવસિંહ કનકસિંહ રાણા, ઝાહીદ અઝીસ ગોરી, ઈકબાલ ફારૃક સમા, કનૈયાલાલ ગુરુમુખદાસ આહુજા અને જોડીયામાંી હનીફ ઈસાક જામ નામના શખ્સો આંટા મારતા મળી આવ્યા હતાં.
શેઠવડાળામાંી જીતુભાઈ અમરાભાઈ કટારીયા, જસ્મીન અમૃતભાઈ પટેલ, જોગવડ પાસેી વિક્રમ દેવાભાઈ મોરી, કરશનભાઈ નારણભાઈ રબારી, ભીખુભાઈ કારાભાઈ આહિર અને કિશન ખીમાભાઈ કોટા શેઠવડાળામાંી, સડોદરમાંી નરેશ ગાગજીભાઈ વાલવા પણ આંટા મારતા મળ્યા હતાં.
ધરારનગરમાં ગની અલારખા ફકીર નામના વેપારીએ પોતાની ચાની દુકાન ચાલુ રાખી હતી. પટેલ કોલોનીમાં મયુરસિંહ હેમતસિંહ જાડેજાએ ગુટખા વેચવાનું ચાલુ રાખ્યું હતું. મેઘપરમાં રાયદે વરસીંગભાઈ રબારીએ ચાની હોટલ ચાલુ કરી હતી. લાખાબાવળમાં મુસ્તફા સુલેમાન સુમરાએ માસ્ક પહેર્યા વગર દુકાન ચાલુ કરી હતી. સિક્કામાં સમય મર્યાદાનો ભંગ કરી દીપક રણછોડભાઈ ત્રિવેદી, અક્ષય ભરતભાઈ ખારવા, નીખિલ ભરતભાઈ તાવડીવાળા અને લાખાબાવળમાં દિનેશ નાાભાઈ વાઘેલાએ પણ સમયમર્યાદાનો ભંગ કર્યો હતો. કાલાવડમાં ભુવાન બાબુભાઈ વાણંદે મોડી સાંજ સુધી દુકાન ચાલુ રાખી હતી. જામજોધપુરમાં જીગ્નેશ રમણીકભાઈ પટેલ અને વિમલસિંહ ભીખુભા જેઠવાએ માસ્ક પહેર્યા વગર દુકાન ચાલુ રાખી હતી. ધ્રોલ પાસે દીપક ચંદુભાઈ ડાભી અને ખારવા ચોકડી પાસે અબુભાઈ સફીમીયા કાદરીએ પોતાના વાહનમાં ઠસોઠસ મુસાફરો ભર્યા હતાં.