સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએસઈ સેમ-૧નું પરીણામ ખૂબજ નીચે અને વિદ્યાર્થીઓનું ભાવી બગડે તેવું આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને માનવામાં ન આવે તેવું પેપર કાઢવામાં આવ્યું હતું. અત્યાર સુધી યુનિવર્સિટીમાં ફકત એક જ વિષયમાં મંજૂરી આપવામાં આવતી હોય છે. પરંતુ ખૂબજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનું પરીણામ નબળુ આવ્યું હતું.
જેી વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તે માટે અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.કમલ ડોડીયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ત્રણ વિષયની માટે માંગ કરવામાં આવી હતી.
જેને લઈ આજરોજ યુનિવર્સિટી દ્વારા વિર્દ્યાી પરિષદ દ્વારા કરાયેલી માંગ બીએસઈ સેમ-૧માં ત્રણ વિષયમાં મંજૂરી આપવામાં આવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,