પોતાની સાથે દુષ્કર્મ આચરનારા મૌલવીઓ સામે ફરિયાદ પાછી ખેંચવાનો ઈન્કાર કરનારી વિર્દ્યાથીનીને મૌલવી સહિતના ૧૬ લોકોના ટોળાએ બાંધીને જીવતી સળગાવી હતી

મુસ્લિમ ધર્મના બની બેઠેલા ધર્મગુ‚ઓ ધર્મના નામે મહિલાઓને પુરુષ સમોવડી ગણવાનો ઈન્કાર કરે છે. જેનાથી આવા ધર્મગુ‚ઓના આવા દુષપ્રચારની અનેક ધર્માંધ મુસ્લિમો મહિલાઓને મનોરંજન અને ઉપભોગનું સાધન માનતા રહે છે. જેના કારણે અનેક મુસ્લિમ દેશોમાં મહિલાઓની હાલત દયાજનક જોવા મળે છે. પરંતુ બદલાતા સમયની સાથે મુસ્લિમ દેશોમાં આવા દુશપ્રયાસનો ભોગ બનેલી મહિલાઓને પણ ન્યાય મળવા લાગ્યો છે. આવો જ એક ચુકાદો ગઈકાલે બાંગ્લાદેશમાં આવ્યો છે. જેમાં ગત એપ્રિલ માસમાં મદ્રેસામાં વિર્દ્યાથીની સાથે તેના મૌલવી સહિતના શખ્સોએ દુષ્કર્મ કર્યું હતું. આ અંગેની વિર્દ્યાથીનીએ પોલીસ ફરિયાદ કરતા તેને ફરિયાદ પાછી ખેંચવા કેરોસીન છાંટીને જીવતી સળગાવી દેવામાં આવી હતી. આ કેસનો ચૂકાદો આપતા બાંગ્લાદેશની કોર્ટે આ મૌલવી સહિત ૧૬ આરોપીઓને ફાંસીની સજા ફરમાવી છે.

બાંગ્લાદેશના એક મદ્રેસામાં ધાર્મિક શિક્ષણ મેળવવા માટે  આવતી ૧૯ વર્ષીય વિર્દ્યાથીની નુસરત જહાં રફી પર આ મદ્રેસાના મુખ્ય મૌલવી સિરાઝ ઉર્ફે દૌલા ઉપરાંત બીજા બે મૌલવીઓએ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે આ વિર્દ્યાથીનીએ હિંમત કરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ પાછી ખેંચી લેવા આરોપી મૌલવીઓ તા સત્તાધારી રાજકીય પાર્ટી આવામી લીગના સનિક નેતાઓ રફુલ અમીન અને મકસુદ આલમની આગેવાનીમાં ૧૬ લોકોના ટોળાએ આ વિર્દ્યાનિી ધમકાવી હતી. પરંતુ વિર્દ્યાથીની એ ફરિયાદ પાછી ખેંચવાનો ઈન્કાર કરતા ઈશ્કેરાયેલા આ શખસોએ આ વિર્દ્યાથીનીને દોરડાથી બાંધીને કેરોસીન છાંટીને તેને જીવતી સળગાવી દીધી હતી.

આ દુપ્રયાસમાં ૮૦ યકા દાઝી ગયેલી વિર્દ્યાથીનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાય હતી. જ્યાં સારવાર દરમિયાન વિર્દ્યાથીનીએ દમ તોડી દીધો હતો.  આ ઘટના સોશ્યલ મીડિયા પર વિશ્વભરમાં વાયરલ તથા બાંગ્લાદેશમાં જાગૃત નાગરિકોએ મૃતક વિર્દ્યાથીનીને ન્યાય અપાવવા અભિયાન છેડયું હતું. જેની બાંગ્લાદેશ સરકાર પર ભારે દબાણ ઉભુ થતાં વડાપ્રધાન શેખ હસીનાએ નિષ્પક્ષ તપાસની ખાતરી આપી હતી અને બાંગ્લાદેશના તમામ મદ્રેસાઓમાં જાતિય હિંસાની તપાસ કરવના આદેશો અપાયા હતાં. એ કેસના ગઈકાલે આવેલા ચુકાદામાં મુખ્ય મૌલવી સિરાઝ ઉદ દૌલા સહિતના ૧૬ આરોપીઓને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે. આ ચુકાદાનો વિરોધ કરવા ધર્માધ લોકોએ બાંગ્લાદેશભરમાં પ્રદર્શન અને વિરોધ કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.