વરસાદનું પાણી સંગ્રહ કરવા બે તળાવોનું નિર્માણ કરાયું
સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીનાં સુરંગી સ્થિત ડીએનએચ સ્પીનર્સ પ્રા.લિ. કંપનીમાં ટ્રી પ્લાન્ટેશન પ્રોજેકટનું આયોજન કરાયું હતુઆ દરમ્યાન કંપનીમાં કુલ ૧૯૪૫ રોપાનું વાવેતર કરાયું હતુ જેમાં ગુલમહોર, જાંબુ, આમળા, સીતાફળ, કેરી, ચીકુ, મહેંદી ઉપરાંત ફૂલોનાં રોપા વવાયા છે. કંપનીના માલીક અનિલ મંધાનાએ ‘વૃક્ષોવાવો પર્યાવરણ બચાવો’ અને આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ તેનું ધ્યાન રાખવાની જવાબદારી આપણી છે. તેવો સંદેશા આપ્યો હતો.
આ ઉપરાંત કંપનીમાં વરસાદનું પાણી સંગ્રહ કરવા માટે બે તળાવોનું પણ નિર્માણ કરાયું છે. આ કાર્યક્રમમાં કંપનીના ચેરમેન અનિલ મંધાતા, આયુષજૈન, જે કે વર્મા, આલમભાઈ સહિત કંપનીનો પૂરો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.