દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં શુક્રવારે આતંકીઓએ ત્રણ પોલીસકર્મીઓની કિડનેપ કરીને હત્યા કરી દીધી. આ તમામ પોલીસકર્મીઓના મૃતદેહ બતાગુંડ ગામથી મળી આવ્યા. પોલીસે જણાવ્યું કે આ ગામના લોકોએ આતંકીઓનો પીછો કર્યો અને તેમને ન મારવાની અપીલ કરી. પરંતુ આતંકીઓએ હવામાં ફાયરિંગ કરીને ગામ લોકોને ચાલ્યા જવાની ધમકી આપી. ત્યારબાદ આતંકી પોલીસકર્મીઓને નદી પાર લઈ ગયા અને પછી ગોળીઓ મારી દીધી.\
Jammu & Kashmir: Three policemen who were kidnapped by terrorists in south Kashmir’s Shopian, found dead. pic.twitter.com/OV9xwHrDBn
— ANI (@ANI) September 21, 2018
શહીદ પોલીસકર્મીઓની ઓળખ કોન્સ્ટેબલ નાસિર અહમદ અને બે સ્પેશલ પોલીસ ઓફિસર- ફિરદૌસ અહમદ અને કુલવંત સિંહ તરીકે થઈ છે. ત્રણેફ કૈપરેન અને હીપોરાં વિસ્તારના રહેવાસી છે. નાસિર અહમદ સશસ્ત્ર પોલીસમાં કામ કરતા હતા. ફિરદૌસ રેલવેમાં હતા. કુલવંત સિંહ કુલગામમાં નિયુક્ત હતા. પોલીસે કોન્સ્ટેબલના ભાઈને પણ કિડનેપ કર્યા હતા, પરંતુ તેમને થોડી સમય બાદ મુક્ત કરી દીધા હતા.