આપણે જાણીએ છીએ કે સૌથી વધુ ખતરનાક સાપ કાળોતરો છે . “કાળોતરાને ગુજરાતમાં ‘મીંઢો સાપ’ કહેવામાં આવે છે.”
“કાળોતરો ક્યારે કરડે, એ નક્કી કરવું અઘરું છે. બાકી બીજા ત્રણ ઝેરી સાપ – નાગ, ફૂરસો અને ખડચિતળો એ કરડતાં પહેલાં ચેતવણી આપે છે.
જેમ કે નાગ ઊંચો થઈને ફેણ બતાવે છે, ખડચિતળો ફૂંફાડા મારે છે અને ફૂરસો પોતાના ભીંગડાં ઘસીને કરવતથી કાપણી થતી હોય તેવો અવાજ કાઢે છે. જો તમને આ ત્રણ સાપના વર્તનના આવા સંકેતો સમજણ પડે તો તમે તમારી જાતને બચાવી શકો છો. પરંતુ કાળોતરો આવી કોઈ ચેતવણી નથી આપતો અને એ સીધો દંશ દઈ દે છે.”
, “સામાન્ય રીતે કાળોતરા સિવાયના સાપ દિવસરાત ગમે ત્યારે જોવા મળે અને કરડી શકે. પણ કાળોતરો મોટા ભાગે રાત્રે જ બહાર નીકળે અને કરડે છે.”
ક્રેટ (કાળોતરો) નોક્ટર્નલ એટલે કે રાત્રે જ ફરતો સાપ છે અને તે સાંજથી મોડી રાત સુધીના સમયમાં જ ફરતો જોવા મળે છે. બાકીના વાઇપર પ્રજાતિના સાપ (ખડચિતળો, ફૂરસો વગેરે) મોટે ભાગે ઘરને બદલે ખેતરો અને બાંધકામ ચાલતું હોય તેવાં સ્થળોએ વધુ જોવા મળે છે, કારણ કે તેમણે પોતાની આસપાસના પરિવેશના આધારે તેના રંગોમાં અનુરૂપ બનીને (કૅમૉફ્લૅઝ કરીને) એવી રીતે સંતાઈ જવાનું હોય છે કે તેને સરળતાથી શોધી કે ઓળખી ન શકાય અને તે પોતાના શિકાર પર નજર પણ રાખી શકે અને તક મળે ત્યારે હુમલો પણ કરી શકે.”