ગાંધીધામ-ભચાઉ ધોરી માર્ગ પર આવેલા મોટી ચિરઇ ગામ નજીક ક્રાઇમ બ્રાંચે બંધ બોડીના ટ્રકમાંથી રૂ. 41.75 લાખની કિંમતનો 11928 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી વાહન અને શરાબનો જથ્થો મળી રૂ. 56.80 લાખની કિંમતનો મુદામાલ કબ્જે કરી નાશી છુટેલા બે શખ્સો અને દારૂનો જથ્થો મોકલનાર સહિત શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કચ્છ જીલ્લામાં બુટલેગરો વિદેશી દારૂ મોટા પાયે કટીંગ થતું હોવાની પૂર્વ કચ્છ જીલ્લા પોલીસ વડા મયુર પાટીલના ઘ્યાને આવતા અને દારૂ બંધીનો કડક અમલ કરવા આપેલી સુચનાને પગલે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ. એસ.એસ. દેસાઇ સહીતના સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.
પેટ્રોલીંગ દરમિયાન યુ.પી. ર1 બી.એન. 8519 નંબર બંધ બોડીમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યાની મળેલી બાતમીના આધારે સ્ટાફે ગાંધીધામ નજીક નવી મોટી ચીરઇ ગામ પાસે વોચ ગોઠવી હતી. ત્યારે શંકાસ્પદ હાલતમાં નીકળેલા ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી રૂ. 41.74 લાખની કિંમતનો 11928 બોટલ વિદેશી દારુ સાથે ઉતરપ્રદેશનો સદામ હુસેન અરેસાન ની ધરપકડ કરી શરાબ અને વાહન મળી રૂ. 46.80 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.પોલીસે ઝડપેલા સદામ હુસેન તુર્કની પ્રાથમિક પુછપરછમાં તેની સાથે આવેલો બીન્યામીન આલમ અન્સારઅલી ઉર્ફે અને સલામન નામના શખ્સ નાશી ગયાની કબુલાત આપતા પોલીસે દારૂ મંગાવનાર સહીત ત્રણ શખ્સોને ઝડપી લઇ અને દારુના મુળ સુધી પહોચવા તપાસનો ધમધમાટ આદર્યો છે.