આજે સવારે જમ્મુ-કાશ્મીરના લદ્દાખમાં આવેલ ઝંઝાવાતી બર્ફિલા તોફાન અને મોટા પાયે હિમસ્ખલનમાં પ્રવાસીઓનાં વાહનો જપેટમાં આવી જતાં 10 પ્રવાસીઓ આ બરફના તોફાનમાં દબાયા હતા. આ દુર્ઘટના આજે સવારે લગભગ 7 વાગ્યાની આજુ બાજુ લદ્દાખના ખારદુંગલામાં રસ્તાની વચ્ચે બરફનો પહાડ પડ્યો હતો, જેની જપેટમાં આ પર્યટકો આવી ગયા હતા. આ ઘટનાની જાણકારી મળતા જ ઘટનાસ્થળ પર પહોંચેલી ભારતીય વાયુ સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની ટીમ રાહત અને બચાવ અભિયાન હાથ ધાર્યું હતું.
Jammu & Kashmir: 10 people trapped under snow after an avalanche occurred in Khardung La, Ladakh. Search operation underway. More details awaited. pic.twitter.com/etWuxJLo1f
— ANI (@ANI) January 18, 2019
હાલ અત્યારસુધીમાં 3 લોકોને બરફમાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. બહાર કાઢવામાં આવેલા આ ત્રણેય લોકોના મોત થયા છે જ્યારે 7 લોકો હજુ પણ બરફની નીચે દટાયા હોવાની આશંકા છે. લદ્દાખના માઈનસ 15 ડિગ્રી તાપમાનમાં ભારતીય સેના બરફમાં ફસાયેલા હજી 7 પર્યટકોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
J&K:10 feared to be buried in Avalanche on Khardung La top.District administration,SDRF, Police and Army have started rescue operations. #AIRVideos:Ramesh. pic.twitter.com/0DV9EjHZdW
— All India Radio News (@airnewsalerts) January 18, 2019