મેયર બીનાબેન આચાર્ય, અશ્ર્વિનભાઇ મોલીયા, ભાનુબેન બાબરીયા સહિત અનેક અગ્રણીઓ ઉ૫સ્થિત રહ્યા
અબતક, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા તથા જૈન પ્રોગ્રેસીવ ગ્રુપ દ્વારા જૈન સમાજના સમગ્ર જૈનતરો માટે મુખ્યમંત્રી અમૃતમ માં વાત્સલ્ય કેમ્પનું આયોજન થયું જેમાં મેયર બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા ડે.મેયર અશ્ર્વીનભાઇ મોલીયા, અગ્રણી ચંદ્રકાન્તભાઇ શેઠ સહીત અનેક મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં જૈન સમાજના ૩૦૦ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા દરેક સમાજ દરેક સંસ્થા સુધી પહોચવા જુદા જુદા સમાજ સાથે રહીને કોર્પોરેશન દર રવિવારે આ અમૃતમ, માં વાત્સલ્ય કાર્ડ કેમ્પનું આયોજન કરેલ છે. આજે શેઠ ઉપાશ્રય ખાતે આયોજન થયું છે. જેમાં જરુરીયાતમંદ લાભાર્થી અંદાજીત ૩૦૦ લોકોને કાર્ડ આપવામાં આવશે. મુખયમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં અમે અને કોર્પોરેશન દરેક લોકો સુધી પહોચવા અભિયાન ચલાવી છીએ.
ચંદ્રકાન્ત શેઠ (ચેરમેન શેઠ ઉપાશ્રય) એ આ તકે જણાવ્યું હતું કે આજે શેઠ ઉપાશ્રય જૈન સંઘ ખાતે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીની યોજના માં અમૃતમ માં વાત્સલ્ય કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ૩૨૨ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે. આકસ્મિક સંજોગોમાં ગુજરાત સરકારની આ યોજના અમૃત સમાન છે. આ માટે ગુજરાત સરકાર રાજકોટ મનપાને ધન્યવાદ આપું છું. અમે ફકત જૈને માટેનો કેમ્પ નથી કર્યો જૈન-જૈનતર દરેક લોકોને આવરી લીધા છે કે જે લોકોને જરુરત છે.