ટૂંક સમયમાં જ યુઝર્સને વ્હોટ્સએપ ચેનલમાં ગ્રીન ચેકમાર્ક છે જે બ્લૂ રંગમાં જોવા મળશે. WABetaInfo અનુસાર, કંપની એન્ડ્રોઇડ યુઝર્સ માટે બીટા વર્ઝન 2.23.10.6માં આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. તે જ સમયે ઈમ્પ્રુવ ઇન્ટરફેસની સાથે નવા આઇકોન અને રંગો પણ એપ્લિકેશનમાં જોવાં મળશે. આ સિવાય કંપની ‘અબાઉટ અસ’ એપ માટે અપડેટ લાવી રહી છે.

whatsapp 300x300 1

1. WhatsApp ચેનલમાં બ્લૂ ચેકમાર્ક

વેરિફાઈડ વ્હોટ્સએપ ચેનલમાં હાલમાં ગ્રીન ચેકમાર્ક દેખાય છે. WhatsApp હવે તેને Facebook, Instagram અને X જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા બ્લૂ ચેકમાર્કમાં બદલવા જઈ રહ્યું છે.  અત્યાર સુધી આ ફીચર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય ક્રિકેટ ટીમ સહિત અનેક વેરિફાઈડ લોકો અને બિઝનેસ WhatsApp ચેનલમાં એકાઉન્ટ બનાવ્યા છે.તમે WhatsApp ચેનલના ફોલોઅર્સ તરીકે મેસેજ મોંકલી શકતા નથી. જો કે, તમે ઇમોજી દ્વારા પ્રતિક્રિયા આપી શકો છો. તમે ફોલોઅર્સની કુલ સંખ્યા પણ જોઈ શકો છો. તમે કયા ઇમોજી પર પ્રતિક્રિયા આપી રહ્યા છો તે ચેનલના ફોલોઅર્સ જોઈ શકતા નથી.

2. ઈમ્પ્રુવ ઇન્ટરફેસ સાથે નવું આઇકન અને રંગ

કંપની એન્ડ્રોઇડ યુઝર્સ માટે WhatsAppમાં નવા આઇકોન અને કલર્સ સાથે ઈમ્પ્રુવ ઇન્ટરફેસ લાવી રહી છે. આ ફીચરનું બીટા વર્ઝન 2.23.20.10માં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.આ અપડેટ દ્વારા વ્હોટ્સએપની ઉપર જે એરિયા હાલમાં લીલા રંગમાં દેખાય છે તે સફેદ રંગમાં દેખાશે. જોકે, ડાર્ક થીમમાં તે ડાર્ક કલરમાં જ દેખાશે. iOS ડિવાઇસ પર એપ્લિકેશનમાં સમાન ઇન્ટરફેસ પહેલેથી જ જોવા મળે છે.

3. ‘ઈમ્પ્રુવ સ્ટેટસ’ અપડેટ

કંપની એપના અબાઉટ અસ સ્ટેટસમાં નવું અપડેટ લાવી રહી છે. અત્યાર સુધી આપણા વિશેના સ્ટેટસમાં એક વાર કંઈપણ અપડેટ થઈ જાય, પછી યુઝર તેને બદલે ત્યાં સુધી એ જ સ્ટેટસ દેખાતું રહે છે.

હવે WhatsApp સમય મર્યાદા પસંદ કરવાનો વિકલ્પ લાવી રહ્યું છે, જેમાં તમે ઓછામાં ઓછા 24 કલાક અને મહત્તમ 2 અઠવાડિયા પસંદ કરી શકો છો.આ પસંદ કરેલા સમય આ સ્ટેટ્સ આપમેળે દૂર કરવામાં આવશે. કંપની આ ફીચરને એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.23.20.12માં ટેસ્ટ કરી રહી છે. ટૂંક સમયમાં જ આ ફીચર દરેક માટે રોલઆઉટ કરવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.