જુગારધામ નેટવર્ક ચલાવતા સંચાલક સાથે સંકળાયેલા હોવાના પોલીસ વડાને પુરાવા મળતા કરાઇ કાર્યવાહી
અત્યાર સુધીમાં સૌકા જુગાર ધામમાં 12 પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે
સુરેન્દ્રનગર જિલ્લાના સૌકા ગામે ચાલતા જુગાર ધામ નેટવર્કના મામલે વધુ ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના સૌકા ગામે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને 03 મેં ના રોજ દરોડા પાડી અને ચાલતા જુગારતા ઉપર 38 જેટલા જુગારીની અટકાયત કરી અને અંદાજિત રૂપિયા 27 લાખ રૂપિયા નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો અને રેડ પાડવામાં આવી હતી આ મામલે ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી જુગાર રમવા લોકો ત્યાં આવતા હોવાનો થયો હતો ગુડ્ડી પાશા ના આ જુગાર ચાલતા હોવાનો ધડાકો થયો હતો.
ત્યારે આ મામલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે જુગાર સંચાલક નવદિપસિંહ દ્વારા પોલીસ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. છેલ્લા બે વર્ષથી જુગાર ચાલતો હોવા છતાં પણ પોલીસ રેડ ન કરતી હોય અને દર મહિને 12 લાખ રૂપિયા નો હપ્તો લઈ જતી હોય અને અન્ય પોલીસના થતા કાર્યક્રમોમાં પણ પોલીસ ફંડ લઈ જતી હોવાનો આક્ષેપ કરાયો હતો આ ઉપરાંત સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઇ એ જુગારની રેડ દરમિયાન ફાયરિંગ કર્યા હોવાનું અને માર માર્યા હોવાના પુરાવા પણ જુગાર સંચાલક નવદીપસિંહ દ્વારા આપવામાં આવ્યા હતા.
જોકે આ રેડ પડી તે દરમિયાન લીંબડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ સહિત નવ જેટલા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ અંગે ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી અને આક્ષેપો થયા છે તે અંગે પણ હાલમાં તપાસ ચાલુ છે ત્યારે છેલ્લા બે વર્ષથી જુગારધામ ચાલતો હોવા છતાં પણ પોલીસ વિભાગે કાર્યવાહી કેમ ન કરી તે એક સવાલ ઉભો થઈ રહ્યો છે તેની સામે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ તમામ જે પ્રકરણ છે તેની ઊંડાણપૂર્વક રીતે તપાસ કરવામાં આવે અને જે સંચાલક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે તે અંગે પણ તપાસ કામગીરી કરવામાં આવે તેવા આદેશ રાજકોટ રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ દ્વારા આપવામાં આવ્યા હતા.
ત્યારે સુરેન્દ્રનગર ઇન્ચાર્જ પોલીસ વડા હિમાંશુભાઈ દોશી દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરી અને જે જુગાર સંચાલક છે તેની સાથે સંકળાયેલા પોલીસ કર્મીઓની તમામ પ્રકારની વિગતો મેળવવામાં આવી છે ત્યારે આ પ્રકરણમાં વધુ ત્રણ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં સાયલા પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા પુષ્પરાજભાઈ ધાંધલ તેમજ ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અમરસિંહ તેમજ પાટડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સહદેવસિંહ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.