રાજકોટ જિલ્લામાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટનાં નાનામોવા પાસે આવેલા સિલ્વર પોઈન્ટ એપાર્ટમેન્ટમાં 1 અને રેલનગરમાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટમાં કોરોનાનાં કેસમાં વધારો થતાં વહિવટી તંત્રએ શહેરની 22 ખાનગી હોસ્પિટલ પાસેથી પ્રપોઝલ મંગાવ્યા છે.

  • નાના મોવા પાસે આવેલા સિલ્વર પોઈન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા રાજેન્દ્રભાઈ પટેલ (ઉંમર-54) કે જેઓ સુરેન્દ્રનગરથી આવ્યાં હતાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
  • રેલનગરમાં આવેલ નાથદ્વારા સોસાયટીમાં રહેતા મીનાબેન અજીતસિંહ પરમાર (ઉંમર-51) અને અજીતસિંહ પ્રતાપસિંહ પરમાર (ઉંમર-56)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંનેની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની છે.
  • નાના મૌવા સિલ્વર પોઇન્ટ ફ્લેટમાં એક કેસ પોઝિટિવ આવાતા 10 લોકોને કન્ટેઇનમેન્ટ કર્યા છે. જ્યારે ચાર વ્યક્તિને સમરસ હોસ્ટેલમાં ફેસીલીટી ક્વોરન્ટિન કર્યા છે.
  • રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 147 કેસ નોંધાયા છે. જેમાં શહેરનાં 99 અને ગ્રામ્યનાં 48 કેસનો સમાવેશ થાય છે.

    ભાવનગરમાં અમદાવાદથી આવેલી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

    અમદાવાદમાં સેન્ચ્યુરી એપાર્ટમેન્ટમાં રહેતા અને BHMS ડોક્ટર હીનાકૌશર રિયાઝ અમહેમત ચૌહાણ (ઉંમર-51) ભાવનગરમાં તેમના સંબંધીને મળવા આવતા હતા. ત્યારે રસ્તામાં જ તેમને કોરોનાનાં લક્ષણો જણાતા તેમને સીધા જ સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમના સેમ્પલ લઈને પરિક્ષણ માટે મોકલવામાં આવતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.