હાલ સોશિયલ મીડિયા માધ્યમથી ઘણા લોકો ખોટી માહિતી ફેલાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ કેટલી ખતરનાક હદે પહોંચી ગયો છે એ છેલ્લા થોડા સમયમાં જોવા મળ્યું છે. તાજેતરમાં જ વૉટ્સએપ અને ફેસબુક ઉપર વાયરલ થયેલી ખોટી માહિતી અને મેસેજના કારણે કેટલાય લોકો ના જીવન પર તેની ગંભીર અસર પડી રહી છે.
ત્યારે વોટ્સ એપ અને ફેસબૂક માં આ મેસેજ કે IPL 2022 માં ગુજરાત ટાઇટન્સની જીતની ખુશીમાં ટાટા કંપની 599નો ત્રણ મહિનાનો ફ્રી રિચાર્જ પેક આપવાની જાહેરાત કરી હોવાનો મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આ મેસેજ સાથે એક લિંક પણ શેર થઈ રહી છે. આ મસેજ તદ્દન ખોટો છે તેમજ આ લિંક પર ક્લિક કરવાથી તમે સાયબર કોડનો ભોગ બની શકો છે. આ લિંક પર ક્લિક કરવાથી તમારા મોબાઈલ ને હેકર એક્સેસ કરી શકે છે અને તમારા તમામ કોન્ટેક્ટ અને વ્હોટસએપ ગ્રુપમાં આ મેસેજ ઓટોમેટિક ફોરવર્ડ થઈ જાય છે. આથી આપને વિનંતી છેકે આવી લિંક ક્યારેક ખોલવી નહિ.
થોડા સમય પહેલા જ ગિરનાર રોપ વે ઓથોરેટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ગિરનાર રોપ-વે દ્વારા આ યોજના 30મી મે 2022થી શરૂ કરવામાં આવશે જે 1 મહિના માટે લાગુ પડશે. એટલે કે સ્ટેડિયમની ટિકીટ ધારક 1 મહિનાની અંદર આ ટિકીટ બતાવી ફ્રિમાં રોપ-વેની સફર માણી શકશે. ગુજરાત ટાઇટન્સની ટીમ આઇપીએલ ટાઇટલ જીતે તો સ્ટેડિયમાં બેસી મેચ જોનાર વ્યક્તિ મેચની ટિકીટ બતાવશે તો રોપ-વેમાં ફ્રિ સવારી માણી શકશે.જે માહિતી સાચી છે. આ મેસેજ સાથે એક લિંક પણ શેર થઈ રહી છે. આમ, ભારતના સૌથી લાંબા ગિરનાર રોપ-વેમાં ફ્રિમાં બેસવાની તક ક્રિકેટ રસિકોને મળશે.