ધ્રાંગધ્રા સબજેલ કેદીઓ માટે સ્વગઁ સમાન હોવાનુ જણાઇ આવે છે અહિ અનેક વખત કાચાકામના કેદીઓ પાસેથી મોબાઇ, સીમકાડઁ, દારુ સહિતની પ્રતિબંધિત ચીજ-વસ્તુઓ મળી આવે છે તેવામા હાલમાજ ધ્રાગધ્રા સબજેલમા એસઓજી ટીમના દરોડા થતા આઠેક મોબાઇ ઝડપાયા હતા ત્યારે વારંવાર સબજેલમાથી કેટલીક પ્રતિબંધિત ચીજ-વસ્તુઓ ઝડપાતા જેલના પ્રશાસન પર શંકા ઉદભવે છે.

તેવામા વારંવાર થતી આવી ઘટનાઓને લઇને ઉચ્ચ અધિકારીઓ દ્વારા ક્યારેય પણ જેલર સહિતના સબજેલના પ્રશાસન પર કાયઁવાહી નહિ થતા સબજેલનુ રેઢીયાળ ખાતુ વતાઁય આવે છે ત્યારે ગઇકાલે રાત્રીના સમયે ધ્રાગધ્રા સીટી સ્ટાફને બાતમી મળેલ જેમા ધ્રાગધ્રા સબજેલની અંદર રહેલા કાચાકામના કેદીઓ પાસે મોબાઇલ તથા દારુ પહોચે છે જેનો વિગત પ્રાપ્ત કરી સીટી પોલીસના સ્ટાફ દ્વારા તુરંત મોડી રાત્રે સબજેલની મુલાકાત લઇ સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરાયુ હતુ.

જેમા અગાઉ ચોરીના કેસમા સંડોવાયેલ શખ્સ જુણસો ઉફેઁ જુશબ અબ્બાસભાઇ ભટ્ટી, અશોક રેવાભાઇ મકવાણા, સાગર ભાવસંગભાઇ પીધેલી હાલતમા ઝડપાયા હતા જ્યારે જુણસો ઉફેઁ જુશબ અબ્બાસભાઇ ભટ્ટી પાસે એક મોબાઇલ ફોન પણ ઝડપાયો હતો જેની તપાસ હાથ ધરી ફરિયાદ નોંધાવી છે ત્યારે ખરેખર ગુજરાતમા દારુબંધી હોય અને જેલમા દારુ પ્રવેશાતો હોવાની બાબત ખુબજ ગંભીર ગણાવી શકાય. જેથી જેલના પ્રશાસન પર કેટલાક સવાલો ઉભા થઇ રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.