૨૮ દેશના ૩૫૬ જેટલાં વિદેશી મુલાકાતીઓએ પણ મ્યુઝિયમની લીધી મુલાકાત
રાજકોટ મહાનગરપાલિકાને મુલાકાતી પાસેથી પ્રવેશ ફી પેટે રૂ.૨૧/- લાખની આવક થયેલ છે. આ મ્યુઝિયમ વિશ્વ કક્ષાનું બનાવવામાં આવેલ હોય અન્ય આનુષાંગિક સુવિધાઓ જેમ કે ટીકીટ વિન્ડો, ક્લોક રૂમ, સોવીનીયર શોપ, એટીએમ, ફૂડ કોર્ટ, લાયબ્રેરી, કીડ્ઝ ઝોન, વીઆઈપી લોન્ઝ, કોન્ફરન્સ હોલ, એક્ઝીબીશન હોલ, પાર્કિગ, ગાર્ડન, મ્યુઝિયમ મુલાકાત માટે ગાઇડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
મહાત્મા ગાંધી મ્યુઝિયમ વિશ્વસ્તરીય બનાવવામાં આવેલ હોય, મ્યુઝિયમનું સુવ્યવસ્થિત સંચાલન તેમજ કાયમી જાળવણી થઇ શકે તેવા હેતુસર મહાત્મા ગાંધી મ્યુઝિયમની અલગથી એસપીઆઈ (સ્પેશ્યલ પ્રપ્રોઝ વ્હીકલ) રચના “મહાત્મા ગાંધી મ્યુઝિયમ રાજકોટના નામથી અલગ “નો ફોર પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવેલ છે. જેના બોર્ડ ઓફ ડાયરેક્ટરની પ્રથમ મિટિંગ આજ રોજ તા.૨૯/૦૭/૨૦૧૯ ના રોજ મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે રાખવામાં આવેલ હતી.