- કૌશલ્ય વિકાસ અને શિક્ષણ મંત્રાલય દ્વારા 2.83 લાખ નોકરીઓ ઉભી થવાનો અંદાજ
રાજ્યમાં ગ્રીન એનર્જી માટેના પ્રોજેકટના લક્ષ્યાંક સુધી પહોંચવા માટે કુશળ કામદારો હોવા જરૂરી છે. જેની અછતના પરિણામે 2030 સુધી સરકારે નક્કી કરેલ લક્ષ્ય હાંસલ કરવુ અઘરુ છે. ગુજરાત એનર્જી રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (જર્મી)ના જણાવ્યા અનુસાર 3.5 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે 2030 સુધીમાં ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન, સંગ્રહ અને સંલગ્ન ક્ષેત્રોમાં લગભગ 3 લાખ પ્રશિક્ષિત કારીગરોની જરૂર પડશે. 2030 સુધીમાં ભારતના 5 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનના કુલ લક્ષ્યના 70 ટકા જેટલો આ ભાગ છે.
રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોલિયમ ટેક્નોલોજીના પ્રોફેસર ડો. રોય અને સંજય કુમાર કાર દ્વારા રજૂ કરાયેલ એક અહેવાલ અનુસાર, ગુજરાતના ગ્રીન હાઇડ્રોજનના લક્ષ્યાંક માટેના મુખ્ય અવરોધ તરીકે કુશળ કારીગરોની અછત છે. “કૌશલ્ય વિકાસ અને શિક્ષણ મંત્રાલય (ખજઉઊ) ઇલેક્ટ્રોલાઈઝર ઉત્પાદન અને સંગ્રહમાં 2.83 લાખ નોકરીઓ ઉભી થવાનો અંદાજ મૂકે છે.
રાજ્યે ગ્રીન હાઇડ્રોજન અને એમોનિયા પ્લાન્ટ્સ સ્થાપવા માટે રિલાયન્સ, અદાણી અને ટોરેન્ટ જેવી મોટી કંપનીઓ માટે કચ્છ અને બનાસકાંઠામાં જમીન ફાળવી છે. છતાં, જર્મી ચેતવણી આપે છે કે મોટા પાયે તાલીમ કાર્યક્રમો તાકીદે શરૂ કરવા જોઈએ. આપણો સમાજ વ્યાવસાયિક કૌશલ્યો શીખવાને બદલે શૈક્ષણિક લાયકાત મેળવવાની તરફેણમાં છે. આ પૂર્વગ્રહને તોડવાની જરૂર છે. કારણ કે ગ્રીન એનર્જી આધારિત અર્થતંત્રમાં જોડાવા માટે સમય, ઝડપ અને સ્કેલ ખૂબ જ મર્યાદિત છે,”
જર્મીના જણાવ્યા
મુજબ, કેટલીક સરકારી સંસ્થાઓ અંગે જાણકારી મેળવીને આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે, જેને ગ્રીન એનર્જી માટેના વિવિધ લાયકાત ધરાવતા કૌશલ્ય માટે ચોક્કસ લક્ષ્યો આપી શકાય છે. “ઓઇલ અને ગેસ ઈઙજઞત દ્વારા કૌશલ્ય વિકાસ સંસ્થાઓ જેવા સફળ મોડેલો દર્શાવે છે કે જાહેર-ખાનગી સહયોગ રોજગારી માટે યોગ્ય માનવબળનું સર્જન કરી શકે છે.