વીજ પાવરનો પ્રશ્ર્ન કાયમી હલ થતા ગામ લોકો ખુશ ખુશાલ

ગીર ગઢડાના લુવાડી મોલી ખાતે ખૂબ જૂનો અને જટીલ વીજ સપ્લાયનો પ્રશ્ર્ન હલ કરવા ગુજરાત સરકાર દ્વારા ૬૬ કેવી લાઇન મંજુર કરવામાં આવી છે. મંજુરી મળતા ૬૬ કેવી લાઇનનું ખાતમુહૂર્ત પૂર્વ ધારાસભ્ય અને નગર પાલિકા પ્રમુખ  કાળુભાઈ રાઠોડ (કે. સી.), જીલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ  ડાયાભાઈ જલોંધરા, ગીર ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ  કાળુભાઈ રૂપાલા અને લુવાડીમોલીના સરપંચ  ઘુસાભાઈ કાપડિયાના  હસ્તે ખામુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમની અંદર જીલ્લા અનુ. જાતિ. મોર્ચા મંત્રી  પ્રવીણભાઈ સાંખટ,તાલુકા ભાજપ મહામંત્રી  શામજીભાઈ કિડેચા, તાલુકા ભાજપ ઉપ પ્રમુખ દુલાભાઈ ગુજ્જર, તાલુકા ભાજપ ઉપ પ્રમુખ ગોકુલભાઈ ચોવટીયા, આજુ બાજુના ગામના સરપંચો, તમામ આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ ૬૬ કેવી બનવાથી ધોકડવા પીજીવીસીએલમાં આવતા ગામોની સંખ્યા માં ઘટાડો થશે..તથા મોલી વિસ્તારના ગામડામાં સહેલાયથી વીજળી પોહચશે.એક અનેરો ઉત્સાહ આજુબાજુના વિસ્તારના ગામડામાં જોવા મળ્યો છે. લોકો ની સુખાકારી અને ખેત સિંચાઇના પ્રશ્નનો કાયમી હલ થશે.ગીર ગઢડા તાલુકા ભાજપ પરીવારે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.