- મે મહિનામાં પણ બેક ટુ બેક આઇપીઓ આવી રહ્યા છે.
- રોકાણકારોને કમાણી કરવાની મોટી તક
બિઝનેસ ન્યૂઝ : એપ્રિલ બાદ હવે મે મહિનામાં પણ બેક ટુ બેક આઇપીઓ આવી રહ્યા છે. આગામી સપ્તાહે બેક ટુ બેક ત્રણ આઇપીઓ ખુલી રહ્યા છે. જેમા રોકાણકારોને કમાણી કરવાની તક મળશે.
ઇન્ડેજીન આઇપીઓ (Indegene IPO)
ઇન્ડેજીન આઇપીઓ (Indegene IPO) આગામી સપ્તાહે ખુલી રહ્યો છે. બાયોફાર્માસ્યુટિકલ, ઉભરતી બાયોટેક અને મેડિકલ ડિવાઇસ કંપનીઓ સહિત લાઈફ સાયન્સ ઉદ્યોગ માટે ડિજિટલ-આધારિત વ્યાવસાયિક સેવાઓ પ્રદાન કરતી કંપની Indegeneનો IPO સોમવાર, 6 મેના રોજ ખુલી રહ્યો છે. આ રોકાણકારો આઇપીઓ માટે 8 મે સુધી અરજી કરી શકાશે. Indigeneના IPOનું કદ લગભગ 1842 કરોડ રૂપિયા છે. કંપની ફ્રેશ ઈશ્યુ દ્વારા રૂ. 760 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જ્યારે કંપનીના શેરધારકો ઓએફએસ મારફતે આશરે રૂ. 1081.75 કરોડના શેરનું વેચાણ કરશે.
ઈન્ડેજીન કંપનીએ આઇપીઓ ઇશ્યૂ માટે 430 થી 452 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. રિટેલ રોકાણકારોને 1 લોટમાં 33 શેર મળશે, આમ આ IPOમાં 1 લોટના રોકાણ માટે 14,916 રૂપિયા જોઇએ. એક રોકાણકાર વધુમાં વધુ 13 લોટ માટે 193,908 રૂપિયાનું રોકાણ કરી શકે છે. IPOમાંથી મળેલી રકમનો ઉપયોગ લોનની ચુકવણી માટે કરવામાં આવશે. તો અમુક ભંડોળનો ઉપયોગ મૂડી ખર્ચ અને કેટલાક સામાન્ય કોર્પોરેટ હેતુઓ અને અકાર્બનિક વૃદ્ધિ માટે કરવામાં આવશે.
ટીબીઓ ટેક આઈપીઓ (TBO TEK IPO)
ટ્રાવેલ ડિસ્ટ્રિબ્યુશન કંપની TBO TEK લિમિટેડ (TBO TEK) નો આઇપીઓ આવતા અઠવાડિયે 8 મેના રોજ ખુલી રહ્યો છે, જેમાં 10મી મે સુધી સબસ્ક્રિપ્શન કરી શકાશે. TBO TEK આઇપીઓનું કદ રૂ. 1000 કરોડ છે. કંપનીના IPOમાં રૂ. 400 કરોડ સુધીના શેર ફ્રેશ ઈશ્યુ જારી કરવામાં આવશે. તેમા વર્તમાન શેરધારકો અને પ્રમોટરો દ્વારા OFS મારફતે 1.25 કરોડ શેર વેચવામાં આવશે. TBO TEK ગ્લોબલ ટ્રાવેલ ટુરિઝમ ઈન્ડસ્ટ્રીઝમાં એક અગ્રણી અગ્રણી ટુર ડિસ્ટ્રિબ્યૂશન પ્લેટફોર્મ છે. તે 30 જૂન, 2023 સુધીમાં 100 થી વધુ દેશોમાં ખરીદદારો અને સપ્લાયર્સને સેવા આપી રહી હતી. TBO TEKનો આઇપીઓ 7 ઓક્ટોબરે એન્કર રોકાણકારો માટે ખુલશે.
આધાર હાઉસિંગ ફાયનાન્સ આઈપીઓ (Aadhar Housing Finance IPO)
આઘાપ હાઉસિં ફાઇનાન્સનો આઇપીઓ 8 મેના રોજ ખુલી રહ્યો છે અને રોકાણકારો 19 મે, 2024 સુધી રોકાણ કરી શકશે. બ્લેકસ્ટોન સમર્થિત કંપની આધાર હાઉસિંગ ફાઇનાન્સના IPOનું કદ 3000 કરોડ રૂપિયા છે. કંપનીએ આઇપીઓ માટે 300 થી 315 રૂપિયા પ્રતિ શેરની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ IPOમાં રૂ. 1000 કરોડના ફ્રેશ ઈશ્યુ જારી કરવામાં આવશે. જ્યારે રૂ. 2000 કરોડના શેર નું વેચાણ OFS દ્વારા કરવામાં આવશે. પ્રાઇસ બેન્ડના ઉપલા છેડે વેલ્યુએશન રૂ. 13,000 કરોડથી વધુ છે.