વીરપુર અને ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ગોંડલમાં ધોધમાર 3 ઈંચ વરસાદ પડ્યો હતો. ભાવનગરમાં એક મકાન પર વીજળી પડતા સ્લેબમાં ગાબડુ પડી ગયું હતું અને ઇલેક્ટ્રીક ઉપકરણો બળી ગયા હતાં.
ત્યાર બાદ ખાંભા પંથકમાં લાંબા વિરામ બાદ આજે વરસાદ શરૂ થયો છે. વાવણી બાદ વરસાદ નહીં વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા અને પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો હતો. ત્યારે આજે ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.