બાબરા અને વિસાવદરમાં ૧॥ ઈંચ, કાલાવાડ, લાલપુર, ચોટીલામાં ૧ ઈંચ વરસાદ: છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૭૦ તાલુકાઓમાં વરસાદ વરસ્યો
દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલા અપરએર સાયકલોનિક સકર્યુલેશન તળે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લા ત્રણ દિવસી મેઘરાજા મહેર ઉતારી રહ્યાં છે. આજે સવારે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૭૦ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં હળવાી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. કાચુ સોનુ વરસતા જગતાત ખુશખુશાલ થઈ ગયો છે. સવારી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. કયાંક મેઘરાજા ધીમીધારે હેત પણ વરસાવી રહ્યાં છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર આજે સવારે પુરા તાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૮ જિલ્લાના ૭૦ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે.થે સૌથી વધુ વરસાદ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં ૭૦ મીમી પડયો છે. સૌરાષ્ટ્રમાં ગઈકાલે મેઘરાજાએ કૃપા વરસાવી હતી. રાજકોટ જિલ્લાના ગોંડલમાં ૫૧ મીમી, રાજકોટમાં ૧૦ મીમી, વીંછીયામાં ૪ મીમી વરસાદ પડયો હતો જયારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ૨૧ મીમી, લીંબડીમાં ૪ મીમી, મુડીમાં ૭ મીમી, વઢવાણમાં ૧૮ મીમી વરસાદ વરસ્યો હતો. જામનગર જિલ્લાના કાલાવડમાં ૨૭ મીમી અને લાલપુરમાં ૨૪ મીમી, જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં ૪૦ મીમી, ગીર-સોમના જિલ્લાના ઉનામાં ૬૦ મીમી, તાલાલામાં ૧૦ મીમી, અમરેલી જિલ્લાના બગસરામાં ૭૦ મીમી, બાબરામાં ૪૨ મીમી, સાવરકુંડલામાં ૫૪ મીમી, અમરેલીમાં ૧૮ મીમી, ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં ૧૭ મીમી, પાલીતાણામાં ૬૦ મીમી, વલ્લભીપુરમાં ૧૧ મીમી જયારે બોટાદ જિલ્લાના બરવાળામાં ૧૦ મીમી, બોટાદ શહેરમાં ૯ મીમી, રાણપુરમાં ૬ મીમી વરસાદ પડયો હતો. કચ્છના ભચાઉમાં પણ ગઈકાલે ૧૬ મીમી અને ભુજમાં ૪ મીમી વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે.
આ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોની વાત કરવામાં આવે તો પંચમહાલના જાંબુઘોડામાં ૭૫ મીમી, ડાંગના વગાઈમાં ૪૧ મીમી, દાહોદના ધનપુરમાં ૩૯ મીમી, સુરતના ઉમરપાડામાં ૩૯ મીમી, મહેસાણાના બેચરાજીમાં ૩૮ મીમી, સાબરકાંઠાના કોષીનામાં ૩૦ મીમી, વડોદરાના ડભોઈમાં ૩૦ મીમી, દાહોદમાં ૨૦ મીમી, ખેડામાં ૧૭ મીમી, પારડીમાં ૧૩ મીમી, ઉમરગામમાં ૧૦ મીમી વરસાદ વરસ્યો હતો.આજે ઉત્તર ગુજરાતના પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
૩૦મીએ બંગાળની ખાડીમાં લો-પ્રેશર બનશે વેરાવળ-સુરત વચ્ચે અટકેલું ચોમાસું આગળ વધશે
હાલ દક્ષિણ ગુજરાત અને તેની સાથે જોડાયેલાં મધ્યપ્રદેશમાં અપરએર સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે જેની અસરતળે હાલ રાજયમાં વરસાદ વરસી રહયો છે. દરમિયાન આગામી ૩૦મી જુને બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર બનશે જેની અસરતળે ૧ થી ૩ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગનાં સુત્રોએ જણાવ્યું હતું કે, હાલ ચોમાસું વેરાવળ અને સુરત વચ્ચે દરિયામાં અટકી ગયું છે. આગામી ૩૦મી જુને બંગાળની ખાડીમાં બનનારું લો-પ્રેશર ચોમાસાને આગળ વધારશે અને સૌરાષ્ટ્રનાં જે વિસ્તારોમાં હજી સુધી વરસાદ થયો નથી તે તમામ વિસ્તારોને આવરી લેશે. આ લો-પ્રેશરનો સૌથી વધુ લાભ ઓરિસ્સા અને છતિસગઢને મળશે. ૧ થી ૩ જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદની સંભાવના જણાઈ રહી છે. આગામી સપ્તાહે પણ છુટાછવાયા વરસાદનો દૌર સતત જારી રહેશે.
ભાદર, આજી અને ન્યારી-૨ સહિત છ જળાશયોમાં નવા નીરની આવક
૧૭ ડેમ સાઈટ પર વરસાદ વરસ્યો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બુધવારે યેલી મેઘમહેરના કારણે રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમ હેઠળ નોંધાયેલા જળાશયો પૈકી છ જળાશયોમાં નવા નીરની આવક વા પામી છે. આ ઉપરાંત ૧૭ જળાશયોના થાવ વિસ્તારમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.
રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૦.૪૯ ફૂટ આવક થવા પામી છે. જો કે, હાલ ભાદરમાં નર્મદાના નીર પણ ઠલવાઈ રહ્યાં હોય વરસાદના કારણે માત્ર નજીવી આવક થઈ છે. મોટાભાગનું પાણી નર્મદાનું હોવાનું મનાઈ રહ્યું છે. ૩૪ ફૂટે ઓવરફલો તાં ભાદર ડેમની સપાટી હાલ ૬.૪૦ ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમમાં ૨૧૩ એમસીએફટી પાણી સંગ્રહિત છે. આ ઉપરાંત આજી-૨ ડેમમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૦.૮૨ ફૂટ નવું પાણી આવતા ડેમની સપાટી ૧૩.૫૦ ફૂટે પહોંચી જવા પામી છે. ન્યારી-૨ ડેમમાં પણ નવું ૧.૫૭ ફૂટ પાણી આવ્યું છે. જો કે હજુ સુધી ડેમ ડેડ વોટરની સપાટી ઓળંગી શકયો નથી.
આ ઉપરાંત જામનગર જિલ્લાના વાડીસંગ ડેમમાં ૨.૬૯ ફૂટ પાણી આવ્યું છે. જયારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો-૨ (ધોળીધજા) ડેમમાં ૦.૫૦ ફૂટ, સબુરીમાં ૧૩.૧૨ ફૂટ નવું પાણી આવ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન છ જળાશયોમાં નવા નીર આવ્યા છે. આ ઉપરાંત મોજ ડેમ, આજી-૨ ડેમ, વેરી ડેમ, વેરી તળાવ, ન્યારી-૧, ન્યારી-૨, ખોડાપીપર, બ્રાહ્મણી-૨, ફૂલજર એક, વાડીસંગ, રૂપાવટી, વઢવાણ ભોગાવો-૧, ભોગાવો-૨, મલસર, સબુરી, ત્રીવેણી ઠાંગા, લીંબડી ભોગાવો-૨ અને ધારી ડેમ સાઈટ પર વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.