ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની લાલ આંખથી જુગારીઓમાં ફફડાટ: રૂ.૫૬ લાખનો મુદ્દામાલ કબ્જે
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા જુગારની પ્રવૃત્તિ ઉપર અંકુશ રાખવા તથા જુગારની બદ્દી સદંતર નાબૂદ કરવા ખાસ ઝુંબેશ યોજી અને જુગારના કેસો શોધી કાઢવા માટે ખાસ સુચનાઓ જારી કરવામાં આવતા શ્રાવણ માસના સમયગાળામાં જુનાગઢ વિભાગીય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ૯૫ જુગારના કેસો શોધી કાઢી, ૬૮૨ આરોપીઓ પકડી પાડી, રોકડ રકમ રૂ.૧૭,૬૩,૦૫ સહિત કુલ કીમત રૂ.૫૬,૦૨,૨૧૫ નો મુદ્દામાલ પકડી પાડી, અસરકારક કામગીરી કરવામાં આવેલ છે.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આર.જી. ચૌધરી તથા સ્ટાફ દ્વારા કુલ ૧૮ કેસો શોધી, ૧૦૧ આરોપીઓ પકડી, કીમત રૂ.૨,૦૬,૩૭૫નો મુદ્દામાલ, જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આર.બી. સોલંકી તથા સ્ટાફ દ્વારા ૧૭ કેસો શોધી, ૯૭ આરોપીઓ પકડી, કીમત રૂ.૪,૭૮,૧૯૦ નો મુદ્દામાલ, જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ. કે.પી.ડાંગર તથા સ્ટાફ દ્વારા ૬ કેસો શોધી, ૩૨ આરોપીઓ પકડી, કીમત રૂ.૧,૩૩,૧૧૦ નો મુદ્દામાલ, વિસાવદર પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એન.આર. પટેલ તથા સ્ટાફ દ્વારા ૧૩ કેસો શોધી, ૯૮ આરોપીઓ પકડી, કીમત રૂ.૧૩,૦૦,૮૬૫નો મુદ્દામાલ, બીલખા પોલીસ સ્ટેશનના પો. સબ ઈન્સ. એસ.કે. માલમ તથા સ્ટાફ દ્વારા ૪ કેસો શોધી, ૫૨ આરોપીઓ પકડી, કીમત રૂ.૮૪,૯૨૦ નો મુદ્દામાલ, મેંદરડા પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ. કે.એમ.મોરી તથા સ્ટાફ દ્વારા ૧૧ કેસો શોધી, ૧૦૧ આરોપીઓ પકડી, કીમત રૂ.૧૭,૨૪,૧૮૫નો મુદ્દામાલ, જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો. સબ ઈન્સ. એસ.એન. સગારકા તથા સ્ટાફ દ્વારા ૧૯ કેસો શોધી, ૬૮ આરોપીઓ પકડી, કીમત રૂ.૪,૦૫,૫૫૦નો મુદ્દામાલ તેમજ ભેસાણ પોલીસ સ્ટેશનના પો. સબ ઈન્સ. આર. એ. જાડેજા તથા સ્ટાફ દ્વારા ૧૬ કેસો શોધી, ૧૩૩ આરોપીઓ પકડી, કીમત રૂ.૧૨,૬૯,૦૨૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.