આ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓનો જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વિરાણી સ્કૂલના ગ્રાઉન્ડમાં ડી.જે.વોરનું આયોજન થયું હતું. જે સંદર્ભે આયોજક મિલન કોઠારીએ કહ્યું હતું કે, દર વર્ષે વેલકમ નવરાત્રીના ભાગરૂપે ડી.જે.વોરનું આયોજન કરતા હોય છીએ, જેમાં રાજકોટના તમામ ખેલૈયાઓ, જૈન સમાજ, મારવાડી સમાજ અને વિવિધ કોલેજોને આમંત્રિત કરતા હોઈ છીએ. આ પ્રથમવાર ડી.જે.વોરમાં ૩ લેડી ડી.જે.ને બોલાવવામાં આવ્યા છે. જેમાં ૨ લેડી દિલ્હી અને ૧ લેડી ઈન્ડોની હતી. સાથોસાથ બોલીવુડનાં ૨ ફિલ્મી સીતારાઓ જે વ‚ણ શર્મા અને મનજોતસિંહ લોકોને ઝુમાવ્યા હતા. આ વર્ષની નવરાત્રી જીએસટી અને મંદીમાં પણ ખેલૈયાઓનો ઉત્સાહ જબરો જોવા મળી રહ્યો છે. મારો સંદેશ એજ છેકે નવરાબી ઉજવો નવ રંગોની જેમ સાથો-સાથ નવ રસ આપની જિંદગીમાં આવે તેવી માં જગદંબાને પ્રાર્થના કરુ છું.(તસ્વીર: રાજુ રાવલ)
Trending
- ગીર સોમનાથ: વિનામુલ્ય IVF નિદાન કેમ્પનુ ભવ્ય આયોજન
- અમદાવાદ BRTS બસની ટક્કરે વૃદ્ધનું મો*ત….
- લ્યો……હવે નકલી તેલના ડબ્બા પણ થયા જપ્ત!!!
- રાજકોટમાંથી 10 અને વડોદરમાંથી 5 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા!!!
- મોરબી: ખુલ્લા ગટરના નાલાએ માસૂમ બાળકનો ભોગ લીધો !!
- બાંદીપોરામાં 10માં આ*તં*ક*વા*દીનું ઘર બ્લાસ્ટ કરી તોડી પાડ્યું
- ટ્રાન્સફર દરમિયાન કેદી ફરાર !!
- પાલીતાણા ખાતે મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં પહેલગાંવ હુ*મ*લા*ના મૃ*ત*કો માટે પ્રાર્થના સભા યોજાઈ