આ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓનો જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વિરાણી સ્કૂલના ગ્રાઉન્ડમાં ડી.જે.વોરનું આયોજન થયું હતું. જે સંદર્ભે આયોજક મિલન કોઠારીએ કહ્યું હતું કે, દર વર્ષે વેલકમ નવરાત્રીના ભાગરૂપે ડી.જે.વોરનું આયોજન કરતા હોય છીએ, જેમાં રાજકોટના તમામ ખેલૈયાઓ, જૈન સમાજ, મારવાડી સમાજ અને વિવિધ કોલેજોને આમંત્રિત કરતા હોઈ છીએ. આ પ્રથમવાર ડી.જે.વોરમાં ૩ લેડી ડી.જે.ને બોલાવવામાં આવ્યા છે. જેમાં ૨ લેડી દિલ્હી અને ૧ લેડી ઈન્ડોની હતી. સાથોસાથ બોલીવુડનાં ૨ ફિલ્મી સીતારાઓ જે વ‚ણ શર્મા અને મનજોતસિંહ લોકોને ઝુમાવ્યા હતા. આ વર્ષની નવરાત્રી જીએસટી અને મંદીમાં પણ ખેલૈયાઓનો ઉત્સાહ જબરો જોવા મળી રહ્યો છે. મારો સંદેશ એજ છેકે નવરાબી ઉજવો નવ રંગોની જેમ સાથો-સાથ નવ રસ આપની જિંદગીમાં આવે તેવી માં જગદંબાને પ્રાર્થના કરુ છું.(તસ્વીર: રાજુ રાવલ)
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને સવાર બાજુનો સમય શાંતિથી વિતાવવા સલાહ છે, શત્રુઓથી સાવધ રહેવું, પ્રગતિકારક દિવસ.
- રેલ્વેમાં સૌથી વધુ સંભળાતો અવાજ એક મહિલાનો નહીં પણ…
- ઘરે જ ઈન્સ્ટન્ટ બનાવો બજાર જેવા કેરીનાં અથાણા..!
- ઉનાળાની ગરમીમાં ફેસને ઠંડક આપતા ઘરેલુ ફેસ-માસ્ક
- માથું દુખવા પર તરત જ દવા લેનારાઓ આ વાંચી લેજો
- આ વસ્તુઓ ફ્રિજમાં રાખતા જ બની જાય છે ઝેર..!
- ભાવનગર જિલ્લાની 1586 આંગણવાડી કેન્દ્રોમાં પોષણ પખવાડિયાની ઉજવણી..!
- આજે બિન હથિયારી PSI માટેની લેખિત પરીક્ષા..!