અમરેલીમાં ૨૭, જૂનાગઢમાં ૨૬, ગીર સોમનાથમાં ૨૦, મોરબી ૧૬, દ્વારકા ૧૩, પોરબંદર ૧૦ અને ભાવનગરમાં ૪૯ પોઝિટિવ કેસ
સૌરાષ્ટ્રમાં જુદા – જુદા જિલ્લાઓમાં કલરોના સંક્રમણ બેફામ વધી રહ્યું છે. ગઈ કાલે સૌરાષ્ટ્રના ૧૨ જિલ્લાઓમાં વધુ ૩૫૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અને ૭ દર્દીઓના મોત નિપજ્યાં છે. અને અન્ય રાજકોટ જિલ્લામાં પણ વધુ ૯૮ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે.
રાજકોટજિલ્લામાં અધિકારીઓ દ્વારા હવે પછી કલરોનામાં મૃત્યુ પામનાર દર્દીઓના નામ, સરનામાં બંધ મર્યા બાદ હવે તેમના આંકડાઓ આપવાનું પણ બંધ કર્યું છે. રાજકોટની જુદી જુદી કોવિડ કેર હોસ્પિટલમાં હર રોજ સરેરાશ ૧૦ થી વધુ કોરોના દર્દીઓના મોત નિપજતા લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. ત્યારે આજ રોજ શહેરમાં વધુ ૬૭ અને જિલ્લામાં વધુ ૩૧ પોઝિટિવ સહિત કુલ ૯૮ પોઝિટિવ કેસ નોંધાયા છે.
જામનગરમાં પણ કોરોના જેટ ગતિએ વધી રહ્યો છે. જેમાં શહેરી વિસ્તારમાં ૭૭ અને ગ્રામ્ય વિસ્તારમાં ૯ કલરોના સંક્રમિત કેસ નોંધાયા છે. અને વધુ ૪ દર્દીઓના કોરોનાએ ભોગ લીધો છે. અમરેલી જિલ્લામાં વધુ ૨૭ કોરોનાગ્રસ્ત રિપોર્ટ આવ્યા છે. જેમાં શહેરી વિસ્તારમાં ૯ અને ગ્રામ્યમાં ૧૬ કોરોનાગ્રસ્ત રિપોર્ટ નોંધાયા છે. અને વધુ ૨ દર્દીઓને કોરોના ભરખી ગયો છે.
જૂનાગઢ જિલ્લામાં વધુ ૨૬ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં વધુ ૨૦ કોરોનાગ્રસ્ત રીપોર્ટ નોંધાયા છે. તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૩ કોરના સંક્રમિત કેસ અને ભાવનગર જિલ્લામાં કોરોના કહેર વધતા વધુ ૪૯ કોરોનાના સંક્રમણ કેસ જાહેર થયા છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દિવમાં પણ કોરોના વકરતો દેખાઈ છે. દિવમાં બે દિવસમાં ફરી ૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ એ ૩ દર્દીઓએ કોરોના ને મ્હાત આપી હતી. હાલ દિવની હોસ્પિટલમાં કોરોનામાં ૩૧ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.