મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈના ગેટવે ઓફ ઈંડિયા નજીક દરિયામાં યાત્રીઓેથી ભરેલી એક હોડી પલટી ગઈ. આ ઘટનામાં હોડીમાં સવાર તમામ યાત્રીઓ ડૂબી ગયા. જાણકારી મળતા જ રાહત ટીમ બીજી હોડી લઈને પહોંચી ગઈ અને રાહત કાર્ય શરુ કરી દીધું. પોલીસના જણાવ્યા અનુસાર, હાલમાં લોકોને બચાવાની કોશિશ ચાલી રહી છે. દુર્ઘટના બાદ તાત્કાલિક અમુક લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તો વળી એક વ્યક્તિના મોતની હાલમાં સૂચના મળી રહી છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આ હોડી ગેટવે ઓફ ઈંડિયાથી એલીફેંટા તરફ જઈ રહી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે આજે એક મોટો અકસ્માત થયો છે. ગેટવે ઓફ ઈન્ડિયાથી બે બોટ એલિફન્ટા તરફ જઈ રહી હતી ત્યારે તેમાંથી એક નૌકાદળની બોટ સાથે અથડાઈ હતી. અથડામણ થતાં જ આમાંથી એક બોટ દરિયામાં પલટી જવા લાગી હતી. આ બોટમાં ડ્રાઈવર સહિત 85 મુસાફરો હતા. અકસ્માતની માહિતી મળતાની સાથે જ નેવી, જેએનપીટી, કોસ્ટ ગાર્ડ, પોલીસ અને સ્થાનિક માછીમારોની બોટની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમે બોટમાં સવાર 80 લોકોને બહાર કાઢ્યા હતા, જ્યારે પાંચ લાપતા હતા. તેમની હાલ શોધખોળ કરવામાં આવી રહી છે. બચાવી લેવામાં આવેલા લોકોમાંથી ત્રણના પણ મોત થયા છે, જ્યારે બેની હાલત ગંભીર છે.
તમને જણાવી દઈએ કે ગેટ ઓફ ઈન્ડિયાને જોવા માટે દરરોજ હજારો પ્રવાસીઓ મુંબઈ આવે છે. ગેટ ઓફ ઈન્ડિયા કે જેને ભારતનો પ્રથમ દરવાજો કહેવામાં આવે છે તે જોયા બાદ કેટલાક પ્રવાસીઓ એલિફન્ટાની ગુફાઓ જોવા પણ જાય છે. એલિફન્ટા પહોંચવા માટે પ્રવાસીઓને બોટ દ્વારા મુસાફરી કરવી પડે છે. બુધવારે બપોરે પ્રવાસીઓથી ભરેલી બે બોટ એલિફન્ટા તરફ જઈ રહી હતી. આ બે બોટમાંથી એક નૌકાદળની બોટ સાથે અથડાઈ હતી અને દરિયામાં ડૂબી જવા લાગી હતી.
પલટી ગયેલી બોટનું નામ નીલકમલ છે. આ બોટમાં ડ્રાઈવર સહિત 85 મુસાફરો હતા. બીએમસીએ જણાવ્યું કે ઉરણ, કરંજા વિસ્તારમાં બોટ પલટી ગઈ. નેવી, જેએનપીટી, કોસ્ટ ગાર્ડ, પોલીસ અને સ્થાનિક માછીમારોની બોટની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અકસ્માતની પણ તપાસ કરવામાં આવી રહી છે. બોટમાં ક્રૂ સહિત કુલ 85 મુસાફરો સવાર હતા. અત્યાર સુધીમાં 80 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને 5 લોકો ગુમ છે. હોસ્પિટલમાં દાખલ પાંચ લોકોની હાલત ગંભીર હતી. જેમાંથી ત્રણના મોત થયા છે. બાકીના લોકોની હાલત સ્થિર છે.
આ અકસ્માતમાં નાની બોટને નુકસાન થયું હતું અને તે ડૂબવા લાગી હતી. યોગાનુયોગ એ જ સમયે એક મોટી બોટ ત્યાં પહોંચી અને ડૂબતી બોટમાંથી કેટલાક મુસાફરોને બચાવવા તેઓને મોટી બોટમાં બેસાડવામાં આવ્યા. જેના કારણે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. દરમિયાન ગેટ વે ઓફ ઈન્ડિયા પાસે હાજર પોલીસ બોટ અને અન્ય બોટ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બોટ સહિત ડૂબી રહેલા લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, માહિતી મળતાની સાથે જ અન્ય અનેક બોટની રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મુસાફરોને બચાવવા અને બચાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે બોટમાં કેટલા મુસાફરો હતા. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે અત્યાર સુધીમાં કેટલા મુસાફરોને બચાવવામાં આવ્યા છે. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પહેલી પ્રાથમિકતા ગુમ થયેલા લોકોને શોધવાની છે. આ માટે ડાઇવર્સની ટીમને દરિયામાં ઉતારવામાં આવી છે.