એલઇડી ટીવી, વોશિંગ મશીન, ચાંદીના સાકળા, સોનાનો દાણો સહિત તમામ ઘરવખરીનો કરિયાવર અપાયો
રજવાડી ફેમિલી કલબ દ્વારા ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે . ૧ ડિસેમ્બરે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની બાજુના વિશાળ ગ્રાઉન્ડમાં રૈયા રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૩૦ નવેમ્બરના રોજ લાઈવ ઓર્કેસ્ટ્રા ટિમ સાથે દાંડિયારાસ રાખવામાં આવ્યો હતો અને ૧૦ હજારથી વધુ વ્યક્તિઓનો જમણવાર પણ રાખેલ હતો.
રજવાડી ફેમિલી કલબ દ્વારા આ બીજી વખત સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે. જુદી જુદી ૧૫ જેટલી સર્વે જ્ઞાતિઓની ૨૭ દીકરીએ સૌરાષ્ટ્રભર માંથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું . આ તમામ દીકરીઓને કરીયાવરમાં એલઇડી ટીવી, વોશિંગ મશીન ચાંદીના સાકરા, નાકનો સોનાનો દાણો સહિત તમામ ઘરવખરી આપવામાં આવી હતી . રજવાડી ફેમિલી કલબ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નોત્સવ માં સમાજસેવા કેન્દ્ર, સમન્વય ફાઉન્ડેશન, પરજીયા પ્રજાપતિ પરિવાર, રોયલ ગ્રુપ નો લાખેણો સહકાર મળેેેલ હતો. સમૂહ લગ્ન ને દિવસે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એકત્રિત થનાર તમામ રક્ત સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવ્યું હતું. રજવાડી ફેમિલી કલબ સર્વેજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા પ્રો.ડો.તનુજા કલોલા, બંસી પ્રજાપતિ, સોનલ ડાંગરિયા, રક્ષિતભાઈ કલોલા, વિજયસિંહ જાડેજા, હારુનભાઈ સાહમદાર, ભલાભાઈ ખખ્ખર, કાંતિભાઈ ભૂત, મનસુખભાઇ વરસાણી , મેહુલભાઇ બોરીચા, સુરેશભાઈ બોરીચા, પિયુષ બોરીચા, ઋષિભાઈ દવે સહિતના મિત્રો જહેમત ઉઠાવી હતી.