અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘનું પ્રેરણાદાયી આયોજન: સમુહ લગ્નનું સમુહયજ્ઞ નામકરણ કરાયું: સમાજનાં મહાનુભાવોએ બહોળી સંખ્યામાં હાજરી આપી નવદંપત્તિઓને આશિર્વાદ પાઠવ્યા
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ૧૬માં સમુહ લગ્નોત્સવ સમારોહનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજપૂત સમાજના ખ્યાતનામ પ્રતિષ્ઠીત વ્યકિતઓએ ખુબ સારુ પ્રોત્સાહન આપ્યું હતું. તેમજ રાજપુત સમુહ લગ્નોત્સવ સમીતી અને અખીલ ગુજરાત રાજપૂત યુવા સંઘના તમામ કાર્યકર્તા ઓએ આ અવિરત કાર્યમાં પોતાનું ખુબ મોટું યોગદાન આપ્યું છે. રાજપૂત સમાજમાં હવે સમુહ લગ્નને રાજપૂત સમુહ લગ્નોત્સવ સમીતી દ્વારા સમુહ યજ્ઞ નામ આપવામાં આવ્યું છે. આ સમુહ લગ્નમાં ૧૬ દંપતિઓએ પ્રભુતામાં પગલા માંડયા છે.
દિકરીઓને ૧૦૦ જેટલી વસ્તુઓની ભેટ આપવામાં આવી છે. આ સાથે આ સમુહલગ્ન દરેક રીતીરીવાજ અને રાજપુત સંસ્કૃતિકને આધિન રહીને કરવામાં આવ્યા છે.
ડો. જયેન્દ્રસિંહ જાડેજા અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘના એમ.ડી. એ ‘અબતક’સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજપુત સમાજમાં સમુહ લગ્નનું આયોજન કરી જે ખોટા ખર્ચા કરવામાં આવે છે તેને તીલાંજલી આપીને રાજપુતને સમુહ લગ્ન મનાવાં એ સૌથી મુશ્કેલ કામ હોય છે. એટલે અમે એને નામ આપ્યું છે સમુહ યજ્ઞ જેમાં તમામ ૩૬ કુળના રાજપૂતો હાજરી આપે. વી.આઇ.પી. બધા હાજરી આપે તે માટે સમજાવીને દાતા બધા ખુબ પ્રોત્સાહન આપે છેઅને રાજકોટ સમાજના તમામ કાર્ય કરતા ખુબ સારી મહેનત કરે છે. પહેલા અમે પાંચ જીલ્લામાં સમુહ લગ્ન કરતા તા હવે અમે બને એટલા વધુ જીલ્લામાં સમુહ લગ્ન કરવાના છે. તેમજ રાજકોટમાં છેલ્લા પંદર વર્ષથી અવિરત પણે આ સમુહ લગ્નનું કાર્ય શરુ છે. અને ઘણી સારી સફળતા મળી છે.
સમાજની વિવિધ પ્રવૃતિઓ કાર્યરત છે. જે રાજપુત સમાજના યુવાનોને વિવિધ ક્ષેત્રમાં ખ્યાતિ મેળવે સફળતાપૂર્વક કારકીર્દી બનાવે તેવા કાર્ય શરુ છે. તેમજ અમદાવાદ ખાતે ભારતનું પહેલું રાજપુત સમાજનું આઇએસભવનાનું નિમાર્ણ કર્યુ છે. જેમાં કોઇ કોમોટેટીવ પરીક્ષાનું અભ્યાસ કરવામાં આવે છે. સાથે હોસ્ટેલની પણ સુવિધા કરવામાં આવી છે.
પી.ટી. જાડેજા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ના પ્રમુખ એ ‘અબતક’સાથેની વાતચીત કરતા જણાવ્યું કે, આ ભવ્ય, રાજપુત સમુહલગ્ન દાતાઓના સહકારથી છેલ્લા પંદર વર્ષથી રાજકોટ ખાતે શરુ છે. જે લાખો રૂપિયાનું પ્રોત્સાહન આપે છે. અને દિકરીઓને ૧૦૦ ઉપરની વસ્તુઓ ભેટ આપે છે. અને સમાજનું અવિરત કાર્ય વધારે છે. સમગ્ર ગુજરાતની અંદર અમે સમુહલગ્નનું આયોજન કરેલું છે. સાથે રાજપુત યુવાઓ તેમની સફળતાની કારકીર્દીમાં વધુ આગળ જાય તે માટે અમદાવાદ ખાતે આઇએસ ભવનનું નિર્માણ કરેલું છે. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા નોંધનીય કાર્યકમ થતા રહે છે. તેમજ આ સમુહલગ્ન રાજપૂત સમાજના રીતરિવાજ અને સંસ્કૃતિ મુજબ આધીન રહી ને આ સમુહલગ્નને અમે સમુહ યજ્ઞ તરીકે નામ આપ્યું છે.
કિશોરસિંહ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે, ૧પમાં સમુહ લગ્નમાં મને ક્ધવીનર તરીકે સેવા આવી છે. આ વખતના સમુહ લગ્નમાં ૧૬ દંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે. દરેક દાતાઓએ ખુબ જ મોટું પ્રોત્સાહન આપ્યું છે. તેમજ દિકરીઓને ૧૦૦ જેટલી વસ્તુઓ ભેટ આપવામાં આવી છે. ભવ્યથી ભવ્ય એવા આ સમુહલગ્નમાં દરેક પ્રસંગની ઉજવણી વિધીવત કરવામાં આવી છે. જેવા આપણા ઘર આંગણે લગ્ન થાય એવા જ અમે અહિં રાજપુત સમુહ લગ્નમાં કર્યા છે. અહિ ઉ૫સ્થિત તમામ દાતાઓ તેમજ અખિલ ગુજરાત યુવા સંઘ તેમજ અખિલ ગુજરાત રાજપૂત મહિલ સંઘ ઉપસ્થિત રાજપૂત સમાજના ભાઇઓ બહેનોને ખૂબ અભિનંદન પાઠવું છું.
મયુરસિંહ જાડેજાએ ‘અબતક’સાથેની વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજપૂત સમાજમાં સમુહલગ્ન કરાવા એ ખુબ જરુરી છે. જે લગ્નમાં થતાં ખોટા ખર્ચને અટકાવે તેમજ દરેક એવું માને કે માત્ર જરુરીયાત વાળા જ સમુહલગ્નમાં લગ્ન કરે એવું નથી જો દરેકે સ્વૈચ્છાએ પોતાના લગ્નમાં ખર્ચ ખોટા ન કરવા હોય તેમ જ આવા કાર્યોને પ્રોત્સાહન આપવા સમુહલગ્નમાં લગ્ન કરવા જરુરી છે. તેમજ આ સમુલહગ્નમાં કોઇ મહેમાન નથી અમે અહિં બધાની મહેમાનગતિ કરી છે. સમાજન રૂઢીચુસ્ત ખોટા રીવાજો પણ આ સમુહલગ્ન કરવાથી બંધ થતાં જાય છે. રાજપુત સમાજમાં આવા અવિરત કાર્યો તે વધુ પ્રોત્સાહીત આપવા માટે હું હંમેશા આગળ રહીશ તેમજ દરેક દાતાઓ પણ આવા અવિરત કાર્યોને પ્રોત્સાહન આપતા રહેશે.
દશરથબા અખિલ ગુજરાત મહિલા સંઘના પ્રમુખ એ ‘અબતક’સાથે ની વાતચીત કરતા જણાવ્યું હતુ કે રાજપૂત સમુહલગ્ન સમીતીના આ ૧૬માં સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ૧પ વર્ષથી સમાજ દ્વારા આ અવિરત કાર્ય થતું આવે છે. રાજપૂત સમાજમાં સમુહલગ્ન કરવાએ ખુબ જરુરી છે ત્યારે અમે અહિ આ સમુલ લગ્નને સમુહ યજ્ઞ તરીકે નામ આપ્યું છે. આ સમુહલગ્નમાં ૧૬ દંપતિઓ પ્રભુતામાં પગલા મુકીયા છે. તે મને અખિલ રાજપુત મહિલા સંઘ દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. સાથે શુભેચ્છાઓ પાઠવી છીએ.