કેશોદ વિધાનસભાની ટિકિટ માંગનાર પ્રદેશ મહિલા કોંગી અગ્રણીને પણ સસ્પેન્ડ કરાયા
વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો પાસેથી પૈસા લેવા, નારાજ થઈ ઘરે બેસવું સહિતની પક્ષ વિરોધી કામગીરી બદલ લેવામાં આવ્યા આકરા પગલા
જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ, જૂનાગઢના પૂર્વ નગર સેવક અને મહાનગરના પૂર્વ મેયરના પુત્ર સહિતના જૂનાગઢના ત્રણ કોંગી અગ્રણીઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે કેશોદ સીટ માટે કોંગ્રેસની ટિકિટ માંગનાર પ્રદેશ પ્રવક્તા એવા મહિલા અગ્રણીને પણ પક્ષમાંથી સસ્પેન્ડ કરાતા જુનાગઢ કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરાના જણાવ્યા અનુસાર, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ, માજી મેયર લાખાભાઈ પરમારના પુત્ર રાવણભાઈ પરમાર અને માજી કોર્પોરેટર રાજુભાઈ સોલંકીને વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામગીરી કરવા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિપરાના વધુમાં જણાવ્યા અનુસાર, સસ્પેન્ડ કરવામાં આવેલ કોંગી અગ્રણીઓ વિધાનસભાની ચૂંટણી સમયે નારાજ થઈને ઘરે બેઠા હતા અથવા પક્ષ વિરોધી કામગીરી કરી હતી. જેના કારણે ગઈકાલે પ્રદેશ ચૂંટણી સંકલન સમિતિના ક્ધવીનર બાલુભાઈ પટેલે જૂનાગઢ કોંગ્રેસના ત્રણ અગ્રણીઓને પક્ષમાંથી છ વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા હોવાનો આદેશ કરેલ છે.
જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ, માજી નગરસેવક અને મનપાના પુત્રને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવતા જુનાગઢ કોંગ્રેસમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે આ બાબતે સસ્પેન્ડ કરવામાં આવેલ નેતાઓ દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ મહારાજા થયેલા કુંડી અગ્રણીઓના અમુક ટેકરારો દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામાં ધરી દેવામાં આવે તેવું પણ સંભળાઈ રહ્યું છે તો બીજી બાજુ હજુ પ્રદેશ કોંગ્રેસ પક્ષ દ્વારા વધુ સસ્પેન્શન ના હુકમ થાય તેવું પણ કોંગ્રેસ વર્તુળ માંથી સંભળાઈ રહ્યું છે.
કેશોદ વિધાનસભાની ટિકિટ માંગનાર પ્રદેશ મહિલા કોંગી અગ્રણીને પણ સસ્પેન્ડ કરાયા
જૂનાગઢ જિલ્લાની કેશોદની બેઠક પરથી ટિકિટો માંગનાર ગુજરાત સેવા દળના મહિલા પ્રમુખ અને કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિબેન ભીમભાઇએ નંદાણીયાને પણ પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો કે, પ્રગતિબેન નંદાણીયા એ ગઈકાલે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, હજુ સુધી મને કોઈ લેખિતમાં સસ્પેન્શનનો ઓર્ડર મળેલ નથી તથા આ બાબતની મીડિયાના માધ્યમથી જાણ થતા મેં પ્રદેશ પ્રમુખ સહિતના પ્રદેશના કોંગી અગ્રણીઓ સાથે ફોનિકા સંપર્ક કર્યો હતો, તેમાં તેઓ તરફથી મને સસ્પેન્ડ કરવામાં આવી હોવાનું તેઓ ન જાણતા હોવાનું જાણવા મળ્યું છે.