આ એટલી હદે ભયાનક છે કે જો એક વખત શરીરમાં ઘૂસી જાય તો અંગોને ડેમેજ કરી નાખે છે આ ફંગસ (ફુગ) સૌથી વધુ આંખ-કાન અને મગજને અસર કરે છે જો આમાં દર્દી ગફલતમાં રહેશે તો મોટી કિંમત ચૂકવવી પડશે: ડાયાબીટીસના દર્દી કે જેમને કોરોનાનો ચેપ લાગ્યો હોય તેને વધુ સજાગ રહેવું પડશે
કોરોના પોઝિટિવને વધુ એક ખતરો
કોવિડ ૧૯ને કારણે જવલ્લેજ જોવા મળતો ‘મ્યુકર માઈક્રોસીસ’ ના દર્દીઓ ઝડપભેર ગુજરાતમાં વધવા લાગતા દર્દીઓ અને તબીબો સામે નવો પડકાર આવ્યો છે. સરગંગા રામ હોસ્પિટલમાં જોવા મળતા વધુ મૃત્યુદરમાં આંખોની દ્રષ્ટી ગુમાવવાના અને જડબા રોગોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ રોગના વધતા ઝડપી દર્દીઓને કારણે કોવિડ ૧૯ દર્દીઓ માટે ગંભીર ચિંતાનો વિષય છે. હોસ્પિટલમાં છેલ્લા ૧૫ દિવસમાં ૧૩ કોરોના કેસમાં મ્યુકર માઈકોસીસ જોવા મળ્યો છે.
કોવિડ ૧૯ સાથે ઘણા દર્દીઓમાં જોવા મળતો મ્યુકર માઈકોસીસ (જેને અગાઉ ઝાટગોમિકોસીસ કહેવાતું) તે એક ગંભીર પરંતુ દુર્લભ ફંગલ (ફૂગ) છે. જે મ્યુકોર્માસાયટસ નામના મોલ્ડ જૂથને કારણે થાય છે. આના જીવાણું આખા પર્યાવરણમાં જીવે છે. આ મુખ્યત્વે એવા લોકોને અસર કરે છે જેમની સ્વાસ્થ્ય સમસ્યા હોય અને રોગ સામે લડવાની ક્ષમતા ક્ષીણ થઈ હોય તેને હવામાં ફંગલ બીજને શ્ર્વાસમાં એન્ટર થઈ સાયનસ અથવા ફેફસાને અસરકરે છે. આ ફૂગ ત્વચા કટ, બર્ન અથવા અન્ય પ્રકારની ઈજા હોય ત્યાંથી પણ પ્રવેશ કરી જાય છે.
શરીરમાં પ્રવેશ બાદ મગજ અને આંતરડામાં ઈનફેકશન ફેલાવે છે. આ એટલી હદે ભયાનક છે કે તે એકવાર શરીરમાં ઘૂસી જાય તો અંગોને ડેમેજ કરી નાંખે છે. આ ફંગસ આંખ-કાન અને મગજને વધુ અસર કરે છે. આ એક પ્રકારનું ઈન્ફેકશન છે જે દર્દીના નાકના હાહકાને કોરીખાય છે, આંખના પડદાને અસર કરીને દ્રષ્ટિશકિત નાશ કરી નાંખે છે. તબીબોનાં મત મુજબ કેન્સર કરતાં પણ આની ઝડપ તીવ્ર હોય છે. આ વાયરસનો ખતો ડાયાબીટીસનાં દર્દીઓને વધુ રહે છે. અમુક દવાઓને અને આ વાયરસને આડવેર હોવાથી તે ઝડપથી શરીરમાં પ્રવેશ કરીને ખતરો ઉભો કરે છે.
કોરોના દર્દીની પ્રતિકારક શકિત વધારવા અપાતા ઈન્જેકશનો સાથે આનો ભય વધારે જોવા મળતા કોરોના મહામારી સાથે નવો ખતરો આવી ગયો છે. કોરોનામાંથી સાજા થયેલા લોકોને આ બિમારીથી અજાણ હોવાથી તે અવગણના કરતા ઉધઈની જેમ મગજ અને નાક વચ્ચેના હાડકાને કોરી ખાય છે. આ રોગ નવો નથી પણ પ્રવર્તમાન કોરોના મહામારીને કારણે ફરી ઉથલો મારી રહ્યો છે. અત્યારે હાલ દરરોજ બેથી ત્રણ કેસ સિવિલમાં જોવા મળી રહ્યા છે.જે એક ગંભીર બાબત છે.
મ્યુકર માઈકોસીસના રાજકોટમાં ૨૫ કેસ
રાજકોટ સિવીલમાં આ ફંગલ ઈન્ફેકશનનાં ૨૫ જેટલા કેસ ચોપડે નોંધાય ગયા છે.જેમાં ત્રણ દર્દીનાં મૃત્યુ થયાતો ૧૦ જેટલાને ઓપરેશન કરવા પડયા છે. તબીબ આલમ હાલ આ મ્યુકર માઈકોસીસને કંટ્રોલ કરવા મહેનત કરી રહ્યા છે. આનાથી બચવા માટે તબીબોના જણાવ્યા અનુસાર કોઈ દર્દીનું નાક બંધ થઈ જાય કે સતત માથાનો દુ:ખાવો રહે તો તાત્કાલીક હોસ્પિટલે પહોચી જવાની સલાહ છે.
મ્યુકર માઈક્રોસીસનાં લક્ષણો
મોઢા ઉપર સોજો આવવો
નાક બંધ થઈ જવું કે શ્ર્વાસ લેવામાં તકલીફ પડે
માથાનો દુ:ખાવો ચાલુ જ રહેવો
નાક અને આંખની આજુબાજુ ચામડી કાળી થઈ જવી.
નાકમાંથી પીળા કલરનું ઘટ પ્રવાહી નીકળવું.
ફેફસાના ઈન્ફેકશનમાં તાવ, ખાસી, છાતીનો દુ:ખાવો કે હાફ ચઢવો
ડાયાબીટીસના દર્દીઓને ખતરો
કોરોનાગ્રસ્ત દર્દીઓ સાથે ડાયાબીટીસ દર્દીઓ કેજેને કોરોના પણ થયો હોય તેને ખાસ ધ્યાન રાખવું પડશે. જો ગફલતમાં રહેશે તો અંધાપો પણ આવી શકે છે. આંખના દુ:ખાવા કે પીળી શરદીમાં ગફલતમાં ન રહેવું.