લોસએંજિલસ માં 90મો ઓસ્કાર અવોર્ડ સમારોહ ચાલી રહ્યો છે. સૈમ રોકવેલને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (મેલ)નો અવોર્ડ મળ્યો છે. સૈમનો આ પહેલો ઓસ્કાર અવોર્ડ છે. જ્યારે એલીસન જેનીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (ફિમેલ)નો અવોર્ડ મળ્યો છે. ભારતના એક્ટર અલી ફઝલ અને બ્રિટિશ સ્ટાર જૂડી ડેંચની ભૂમિકાવાળી વિક્ટોરિયા એન્ડ અબ્દુલને ઓસ્કાર અવોર્ડ મળી શક્યો નથી.
મહારાણી વિક્ટોરિયાના નોકરના રોલમાં હતા ફઝલ
ફિલ્મ વિક્યોરિટા એન્ડ અબ્દુલામાં અલી ફઝલે ક્વીન વિક્ટોરિયાના નોકરનો રોલ કર્યો હતો. ડેંચ વિક્ટોરિયાના રોલમાં હતી. તે જેમ્સ બોન્ડ સિરિઝમાં જોવા મળી હતી.
વિક્ટોરિયા એન્ડ અબ્દુલ બ્રિટિશ-અમેરિકન બાયોગ્રાફિકલ ડ્રામા છે.
આ ફિલ્મ શરબાની બસુના પુસ્તકના આધારે બનાવવામાં આવી છે. તેમાં બે પાત્રોના અંગત સંબંધો બતાવવામાં આવ્યા છે.
વિક્ટોરિયા એન્ડ અબ્દુલ મેકઅપ, હેરસ્ટાઈલ અને કોસ્ચ્યૂમ ડિઝાઈન માટે નોમિનેટેડ થઈ હતી. આ કેટેગરીઝમાં ‘ડાર્કેસ્ટ અવર’ અને ‘ફેંટમ થ્રેડ’ને અવોર્ડ મળ્યો છે.
આ ફિલ્મોને પણ મળ્યા અવોર્ડ
– બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન- ધી શેપ ઓફ વૉટર
– બેસ્ટ ફોરન લેંગ્વેજ ફિલ્મ- અ ફંટાસ્ટિક વુમન (ચિલી)
– બેસ્ટ એનિમેટેડ ફિચર ફિલ્મ- કોકો (ડિઝ્ની)
– બેસ્ટ એડીટિંગ- લી સ્મિથ (ડનકિર્ક)
– બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ- બ્લેડ રનર 2049
– બેસ્ટ કોસ્ચ્યૂમ ડિઝાઈન- ફેંટમ થ્રેડ
– મેકઅપ- હેર સ્ટાઈલ- ડાર્કેસ્ટ અવર
– ઓરિજિનલ સોંગ- ફિલ્મ કોકોનું ગીત રીમેમ્બર મી
– ઓરિજિનલ સ્કોર- ‘ધી શેપ ઓફ વોટર’ માટે અલેક્સાંદ્રે ડિસપ્લાટ
– બેસ્ટ સિનેમેટોગ્રાફી- બ્લેટ રનર 2049 માટે રોજર એ. ડિકિન્સ
– ઓરિજિનલ સ્ક્રીન પ્લે- ‘ગેટ આઉટ’ માટે જોર્ડન પીલે
– અડોપ્ટેડ સ્ક્રીન પ્લે- ‘કોલ મી બાય યૂઅર નેમ’ માટે જેમ્સ આઈવરી
– લાઈવ એક્શન શોર્ટ- ‘ધી સાઈલેન્ડ ચાઈલ્ડ’ માટે ક્રિસ ઓવરટન અને રેચલ શેંટોં
– બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ- ‘હેવન ઈઝ અ ટ્રાફિક જામ ઓન ધી 405’